ડીબિયર્સની મધર કંપની એંગ્લો અમેરિકનના જણાવ્યા અનુસાર તે રફ ઉત્પાદન પર કાપ મુકવાની છે.અગાઉના વર્ષમા 33થી35 મિલિયન કેરેટ્સથી ઘટાડી હવે 32 થી 34 મિલિયન કેરેટ સુધી ઘટાડ્યું છે.તેમાં કહેવામાં આવ્યું છે કે વેનેશિયામાં ચાલી રહેલ ઓપરેશનલ પડકારો અને અંતિમ કાપથી ઓછા અપેક્ષિત પરિબળોના કારણે ઉત્પાદન નીચુ રહેશે
ડીબિયર્સએગત વર્ષ દરમિયાન 25.1 મિલિયન કેરેટનું રફ હીરાનુ ઉત્પાદન કર્યું હતું,જે 2019 માં લગભગ 30,8 મિલિયન કેરેટથી 18% નીચે છે.COVID-19 રોગચાળાને લીધે રફ હીરાની ઓછી માંગના પરિણામે કંપનીએ ગયા વર્ષે ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો.ગયા વર્ષે માર્ચની આસપાસ થયેલા લોકડાઉનમા મોટાભાગના દેશોની સરકારે હીરાના વેચાણને પણ અસ્થાયીરૂપે સ્થગિત કરી કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કડક લોકડાઉન રજૂ કર્યું હતું.