ગ્રીનલેન્ડના દરીયાકાંઠે ગુણવત્તા સભર રફ હીરાનો જથ્થો હોવાની સંભાવના : ડીબિયર્સ

62

DIAMOND TIMES – અગ્રણી રફ કંપની ડી બિયર્સએ ઉચ્ચ મુલ્ય અને ગુણવત્તા ધરાવતા દરિયાઈ હીરાના સંભવિત સ્ત્રોત તરીકે ગ્રીનલેન્ડની પસંદગી કરી શોધ-સંશોધન કામગીરી હાથ ધરી હતી.ડીબિયર્સના પર્યાવરણીય આકારણીના અહેવાલ મુજબ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના સરકારી વિભાગોને મરીન હીરાની થાપણો માટે સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન આર્કટિક ટાપુના પશ્ચિમમાં દરિયા કિનારે ઉચ્ચ ગુણવત્તા સભર રફ હીરા હોવાની પ્રાથમિક રિપોર્ટમાં સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ડેનિસ મિનિસ્ટ્રી ઓફ ક્લાઈમેટ,એનર્જી એન્ડ યુટીલીટી વિભાગના ભૂસ્તરશાસ્ત્રીયોએ સપ્ટેમ્બરના અંતમાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ(GEUS)ના મરીન વિસ્તારમાં એક સપ્તાહ સુધી સર્વે અને શોધ-સંશોધનની કામગીરી કરી હતી.આ કામગીરી દરમિયાન પ્રારંભિક તબક્કાના સંશોધન થકી ઉચ્ચ-રીઝોલ્યુશન ભૂ-ભૌતિક ડેટા પ્રાપ્ત કરવામાં આવ્યા છે.આ ડેટાનું એનાલીસીસ કરી તેના આધારે ડીબીયર્સ મરીન(DBM)વિભાગના અધિકારીઓ ઓફશોર વાતાવરણમાં રફ હીરાની થાપણો અંગે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દરિયાઈ હીરા સામાન્ય રીતે ઉચ્ચ ગુણવત્તા સભર હોય છે.કારણ કે દરીયાઈ પાણીની અસરથી એક માત્ર હીરા જ સુરક્ષિત રહેતા હોય છે.ડી બિયર્સ હાલમાં નામીબિયાના દરિયાકાંઠે દરિયાઈ હીરા ની ખાણો પર કામ કરી રહી છે . કિમ્બર્લી પ્રોસેસ ડેટા અનુસાર વર્ષ 2020માં નામીબિયામાથી ઉત્પાદીત રફ હીરાનું મૂલ્ય વિશ્વમાં સૌથી વધુ પ્રતિ કેરેટ 465 અમેરીકી ડોલર હતુ.