મુંબઈમાં ફોરએવરમાર્કના બુટિકના શુભારંભ પ્રસંગે સચિન જૈનનું નિવેદન : વિશ્વના માત્ર 1 ટકા હીરા જ ફોરએવરમાર્કની ગુણવત્તા માટે લાયક બને છે.

31

DIAMOND TIMES – વિશ્વસનીય રિટેલ પાર્ટનર ઓમ જ્વેલર્સ દ્વારા ડીબિયર્સની સુપ્રસિધ્ધ બ્રાન્ડ ફોરએવરમાર્કના પ્રથમ વિશિષ્ટ ડાયમંડ બુટિકનો મુંબઈના બાંદ્રા ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે દાયકાઓથી ટેનિસ પ્રત્યે સમર્પિત સુપ્રસિદ્ધ ભારતીય રમતવીર સાનિયા મિર્ઝા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.મુંબઈમાં ફોરએવરમાર્કના બુટિકના શુભારંભ પછી ભારતમા ફોરએવરમાર્કના બુટિકની સંખ્યા વધીને 13 થઈ છે.ફોરએવરમાર્ક બુટીક છૂટક હીરા અને હીરા જડીત વિવિધ પ્રકારની ડિઝાઇનર જ્વેલરીનું વેચાણ કરે છે.જેમા અવંતિ કલેક્શન,આઇકોન કલેક્શન,સર્કલ ઓફ ટ્રસ્ટ , સ્ટેકેબલ રિંગ ટ્રિબ્યુટ કલેક્શનનો સમાવેશ થાય છે.

ડીબિયર્સની બ્રાન્ડ ફોરએવરમાર્ક વિશ્વાસનું પ્રતિક છે.જે ગ્રાહકોને જવાબદારી પૂર્વક સ્ત્રોત કરેલા કુદરતી હીરા સાથે પારદર્શિતા,વિશ્વાસ અને ઉચ્ચ સ્તરના આત્મ વિશ્વાસનું વચન આપે છે.સૌથી સુંદર, દુર્લભ અને જવાબદારી પૂર્વક મેળવેલા હીરાની ખાતરી આપવા માટે આ બ્રાન્ડ વિશ્વના સૌથી કાળજીપૂર્વક પસંદ કરેલા હીરા પ્રદાન કરે છે.તેના પ્રત્યેક હીરા પર ફોરએવરમાર્કની બ્રાન્ડ અને અનન્ય ઓળખ માટે ખાસ નંબર અંકિત કરેલા હોય છે.

આ પ્રસંગે ઉપસ્થિત આઇકોનિક સ્પોર્ટ્સવુમન સાનિયા મિર્ઝાએ કહ્યુ કે ડીબિયર્સની ફોરએવરમાર્ક બ્રાન્ડ સાથે જોડાવા નો મને ઘણો આનંદ છે.ટેનિસ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા અને જુસ્સાની જેમ જ ફોરએવરમાર્કના હીરા સુંદરતા,દુર્લભતા અને જવાબદારી પૂર્વક સ્ત્રોતનું વચન આપે છે.ઉજ્જવળ આવતીકાલ માટે પર્યાવરણને ટેકો આપવો એ મારા હૃદયની ખૂબ જ નજીકનો વિષય છે.ડીબિયર્સ પણ વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

ઓમ જ્વેલર્સના ડિરેક્ટર ભાવિન ઝાકિયાએ કહ્યુ કે અમે લગભગ એક દાયકાથી મુંબઈમાં અમારા અન્ય બે સ્ટોર્સ પર ફોરએવરમાર્કના હીરા-ઝવેરાતનું છૂટક વેચાણ કરી રહ્યાં છીએ.ફોરએવરમાર્ક સાથે અમો જુના અને ખૂબ જ ખાસ સંબંધ ધરાવીએ છીએ.મુંબઈમાં ફોરએવરમાર્ક સ્ટોર ખોલવાનો અમને આનંદ છે.જેને અમારા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન ગણીએ છીએ.અમને ખાતરી છે કે અમારું જોડાણ ભવિષ્યમાં ઘણું આગળ વધશે.બુટીકમાં અમારી પાસે તમામ નવીનતમ જ્વેલરી કલેક્શન છે.જે દરરોજ તેમજ ખાસ પ્રસંગો માટે પહેરી શકાય છે.મને ખાતરી છે કે અમારા ગ્રાહકો આ આધુનિક રિટેલ અનુભવમાં ખરીદીનો આનંદ માણશે.

ફોરએવરમાર્કના મેનેજિંગ ડિરેક્ટર સચિન જૈને કહ્યુ કે ઓમ જ્વેલર્સ સાથે મુંબઈમાં પ્રથમ બુટિક શરૂ કરવુ એ અમારી પ્રગતિ સુચવે છે.ગ્રાહકો માટે હીરા એ ખૂબ જ મહત્વ પૂર્ણ ખરીદી છે.હીરા ખરીદતી વખતે વિશ્વાસ અને ગુણવત્તા એ બે સૌથી મૂલ્યવાન ગુણો છે.ડીબિયર્સના 133 વર્ષ જૂના વારસાને જોતાં બુટીક આ અપેક્ષાઓ પરિપુર્ણ કરવા સક્ષમ છે . અમે ફક્ત એવા રિટેલરોને જ સહયોગ આપીએ છીએ જે હીરા વિશે જુસ્સાદાર છે.વળી તે વ્યવસાયની સાથે સામાજિક અને પર્યાવરણીય અખંડિતતાના કડક માપદંડોને અનુસરે છે.ગ્રાહકો આ બુટિકમાં ડિઝાઇન,અધિકૃતતા, સૌંદર્ય, દુર્લભતા અને બેજોડ કારીગરી ધરાવતા શ્રેષ્ઠ હીરા ખરીદી શકે છે.

ફોરએવરમાર્કના હીરા વિશ્વના સૌથી વધુ કાળજીપૂર્વક પસંદ કરાયેલા હીરા છે.દરેક હીરા સખત પસંદગીની સફરમાંથી પસાર થાય છે.તેના પર એક અનન્ય લેસરમાર્ક હોય છે.જે ખાતરી આપે છે કે દરેક ફોરએવરમાર્ક હીરા સુંદર,દુર્લભ, કુદરતી અને જવાબદારીપૂર્વક મેળવેલ છે.વિશ્વના 1% કરતા ઓછા હીરા ફોરએવરમાર્કના લેસરમાર્ક માટે લાયક છે. ફોરએવરમાર્ક ગુણવત્તા અને અખંડિતતાના ધોરણોને અનુરૂપ હીરાની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવી હોવાનું ગ્રાહકોને વચન આપે છે.