DIANOND TIMES – અગ્રણી રફ ઉત્પાદક કંપની ડિબિયર્સએ આફ્રીકન કન્ટ્રી બોટ્સવાનાની ખાણોમાં રફ હીરાની શોધખોળ માટે બજેટમાં મુક્યો છે.મીડીયા અહેવાલ મુજબ ડિબિયર્સ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ બોટ્સવાના અવેલી ખાણોના વિસ્તરણ માટે 2.35 મિલિયન અમેરીકી ડોલર જેટલો ખર્ચ કરશે.ગત વર્ષ દરમિયાન આ વિસ્તારમાં ડીબિયર્સએ ફીલ્ડવર્ક પ્રોગ્રામ્સ પર 4 મિલિયન અમેરીકી ડોલર ખર્ચ્યા હતા.
આ અંગે ડિબિયર્સના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે આ વિસ્તારમાં રફ હીરાના સંશોધન પ્રોજેક્ટ સાયકલ 2021ના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.પાછલા ત્રણેક વર્ષમાં પ્રાપ્ત થયેલ નોંધપાત્ર ડેટા અને માહિતીનું મૂલ્યાંકન કરી કંપની કોકોંગ અને કગલાગાડી વિસ્તારમાં રફ હીરાના શોધ-સંશોધન કાર્ય પર વધુ ધ્યાન આપવા માંગે છે.ડિબિયએ અગાઉ ત્સાબોંગની બાહરીના 9, 3,૦૦ ચોરસ કિલોમીટર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.જેના ડેટા એનાલિસિસ કરતા સંકેત મળ્યા છે કે આ વિસ્તારમાં 20 હેકટર જેટલુ કદ ધરાવતી 80 જેટલી કિમ્બર્લાઇટ્સ હોઈ શકે છે.