ડીબીયર્સ ગ્રૂપના સીઈઓ બ્રુસ ક્લીવરે અહેવાલની પ્રસ્તાવનામાં કહ્યુ કે કોઇ ઉત્પાદનો ગ્રાહકોની ઇચ્છા પુર્તિ કરી તેમનો વિશ્વાસ અને વફાદારી જાળવવામાં સફળ નિવડે ત્યારે તે ગ્રાહકોની પ્રિય પસંદગી બની જાય છે.
DIAMOND TIMES – ડીબિયર્સના આઠમા વાર્ષિક ડાયમંડ ઈનસાઈટ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મનની શાંતિ માટે હીરા અને ઝવેરાત સહીતના વિશ્વાસ પાત્ર ઉત્પાદનો માટે ગ્રાહકો 20 ટકા સુધી વધુ નાણા ચુકવવા આસાનીથી તૈયાર થાય છે.
ડીબિયર્સના ” સસ્ટેનેબિલિટી : શેપિંગ ધ ફ્યુચર ઓફ ડાયમંડ સેક્ટર ” શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ પર્યાવરણ અને સામાજિક રીતે જવાબદાર કંપનીઓના ઉત્પાદનની ખરીદી માટે 56 ટકા ગ્રાહકો કુદરતી હીરાની બ્રાન્ડ માટે 10 થી 20 ટકા પ્રીમિયમ ચૂકવવા તૈયાર છે.જ્યારે લગભગ 17 ટકા ગ્રાહકો તો વિશ્વાસ પાત્ર કુદરતી હીરા માટે 25 ટકા કે તેથી વધુ પ્રિમિયમ ચુકવવા પણ રાજી થયા હતા.
ઉલ્લેખનિય છે કે સંશોધકોએ આ અહેવાલ તૈયાર કરવા માટે સાત મુખ્ય ગ્રાહક બજારોમાં વૈશ્વિક સ્તરે 8,400થી વધુ ગ્રાહકોનો મત્ત લીધો હતો.સંશોધકોના ઓપિનિયન પોલમાં 10 પૈકી 6 ગ્રાહકોએ કહ્યુ કે તે પર્યાવરણ અને સામાજિક જવાબદારી નિભાવવાના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવેલા હીરા -ઝવેરાત સહીત તમામ પ્રકારના ઉત્પાદનોને પ્રિમિયમ પ્રાઈસ ચુકવીને ખરીદી કરવાને પ્રાધાન્ય આપશે.