અંગોલાના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં હીરાના સંશોધન માટે ડીબિયર્સએ સરકાર સમક્ષ માંગ કરી

17

DIAMOND TIMES – અગ્રણી રફ કંપની ડીબિયર્સએ અંગોલાના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં હીરાના સંશોધન માટે અંગોલા સરકાર સમક્ષ માંગ કરી છે.ઉલ્લેખનિય છે કે રફ ડાયમંડની અગ્રણી ઉત્પાદક કંપની વર્ષ 2014થી અંગોલા સરકારની ભાગીદારીમાં દ્વિપક્ષીય ખાસ કરાર હેઠળ અંગોલાના કેટલાક વિસ્તારમાં રફ હીરાનું ઉત્પાદન કરી રહી છે.

અંગોલાના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં હીરાના સંશોધન માટેની ડીબિયર્સની માંગણીના પગલે અંગોલાની સરકારી કંપની અને ડીબિયર્સ કાયદાકીય રીતે ઉત્તર પૂર્વ અંગોલામાં ખાણકામ પ્રવૃત્તિ શરૂ કરવા અંગે ચર્ચા કરવા તૈયાર થયા છે.

ડીબિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ બ્રુસ ક્લીવરે જણાવ્યું કે અંગોલાએ એક સ્થિર અને વધુ સારી રીતે ભવિષ્યની ધારણા કરી શકાય એવું વાતાવરણ ઉભું કર્યું છે.જેના થકી અંગોલાના લોકોને વિદેશી રોકાણમાં વધુ ફાયદાઓ મળશે.બીજી તરફ ડીબિયર્સ સ્થાનિક સમુદાય માટે સામાજિક અને આર્થિક પ્રગતિ માટે હકારાત્મક પ્રભાવ મુકશે.પર્યાવરણ પર ઓછી અસર થાય તેવા અમારા ભવિષ્યના સંભવિત રોકાણ અને નવા માઈનીંગ પ્રોગ્રામ માટે અમે અંગોલાની સરકાર સાથે પારદર્શક અને હકારાત્મક ચર્ચા કરવા માટે આશા રાખીએ છે.વધુમાં તેમણે ઉમેર્યુ કે બોત્સવાના અને નામિબિયામાં ડીબિયર્સે જે સામાજિક અને પર્યાવરણીય માળખું લાગુ કરેલુ છે,એ જ ટકાઉ અને માળખુ અંગોલામાં પણ લાગુ કરશે.

સ્વતંત્ર હીરા વિશ્લેષક પૌલ ઝિમ્નીસ્કીએ જણાવ્યું હતું કે અંગોલાની સરકાર જો ડીબિયર્સની હીરાની શોધ માટેની માંગણીનો સ્વીકાર કરશે તો હીરા ઉત્પાદક દેશ અંગોલા એકમાત્ર એવું રાષ્ટ્ર બનશે કે જ્યા અલરોઝા,રિયો ટિન્ટો અને ડીબિયર્સ જેવી જાયન્ટ કંપનીઓની એક સાથે હાજરી હશે.