વન્ય જીવોની સુરક્ષા માટે ડીબિયર્સ અને નેશનલ જિયોગ્રાફિક વચ્ચે ભાગીદારી

700

DIAMOND TIMES – કુદરતી અજાયબીને સુરક્ષિત કરવા ડીબિયર્સ અને નેશનલ જિયોગ્રાફિક વચ્ચે  ‘ઓકાવાંગો એટરનલ ‘ પાર્ટનરશીપની જાહેરાત કરવામાં આવી છે. આ ભાગીદારીથી આફ્રિકાના 10 લાખથી વધુ ઓકાવાંગો સમુદાય (ગરીબ આદીવાસી) ઓ માટે પાણી અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે તેમના માટે આજીવિકાની તકો પણ વિકસાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2015થી નેશનલ જિયોગ્રાફિક ઓકાવાંગો વાઇલ્ડરનેસ પ્રોજેક્ટ ઓકાવાંગો બેસિન માટે કાર્ય કરે છે.જ્યારે ડીબિયર્સએ બિલ્ડિંગ ફોરએવર સસ્ટેનેબિલીટી અભિગમના ભાગરૂપે બોત્સ્વાનાના લોકો સાથે 50 વર્ષથી વધુ સમયથી શિક્ષણ,આરોગ્ય સંભાળ,આજીવિકા અને વન્યજીવ સંરક્ષણને આગળ વધારવા માટે કામ કર્યું છે.જેથી આ બંને ની ભાગીદારી આ ક્ષેત્રમાં નોંધનીય બદલાવ લાવી શકે છે.

ડીબિયર્સ અને નેશનલ જિયોગ્રાફિકે જાહેર કરેલી ‘ઓકાવાંગો એટરનલ’ પાર્ટનરશીપ આફ્રિકામાં સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ પડકારોને ઉકેલવા માટે પાંચ વર્ષની પ્રતિબદ્ધતા સાથેની વ્યૂહાત્મક ભાગીદારી છે.જેની મદદથી લાંબાગાળાની યોજના બનાવી ઇકોલોજીકલ સોલ્યુશન્સ માટે સમગ્ર ઓકાવાંગો સમુદાયો સાથે હાથ મિલાવીને કામ કરવા પર કેન્દ્રિત છે.દક્ષિણ અંગોલા,પૂર્વીય નામીબિયા અને ઉત્તરી બોત્સ્વાનામાં ફેલાયેલું ઓકાવાંગો બેસિન પાણીનો મુખ્ય સ્ત્રોત છે  . ઉત્તરીય બોત્સ્વાનામાં સ્થિત ઓકાવાંગો ડેલ્ટા આફ્રિકાની સૌથી મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ છે.આ એરિયા જૈવ વિવિધતા માટે દુનિયામાં અજોડ છે.જે વિશ્વની સૌથી મોટી હાથીઓની વસ્તી તેમજ સિંહ, ચિત્તા, જંગલી શ્વાન અને પક્ષીઓની સેંકડો પ્રજાતિઓનું ઘર છે.ઓકાવાંગો જળ સ્ત્રોત વરસાદ,તળાવો અને નદીઓ પર આધારિત છે.

નેશનલ જિયોગ્રાફિક ઓક્વાંગો વાઇલ્ડરનેસ પ્રોજેક્ટના ડો. સ્ટીવ બોય્ઝે જણાવ્યું કે પાંચ વર્ષની ભાગીદારી દરમિયાન ડી બિયર્સ અને નેશનલ જિયોગ્રાફિક સાથે મળીને પહેલાથી ચાલી રહેલા સેવાના કાર્યને વિસ્તૃત કરી સહાય, કુશળતા અને ભંડોળ પૂરું પાડીને ઓકાવાંગો બેસિનના સંરક્ષણ સાથે સુસંગત સ્થાનિક આજીવિકા સ્થાપિત કરવામાં મદદ કરીશુ આ ભાગીદારી બોત્સ્વાના,નામિબિયા અને અંગોલામાં અનેક ગરીબ સમુદાયોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ડી બિયર્સ ગ્રુપના સીઈઓ બ્રુસ ક્લીવરે કહ્યુ કે હીરાની ખાણો ધરાવતા બોત્સ્વાના અને નામીબિયાના લાંબા ગાળાના ટકાઉ વિકાસ માટે અમે પ્રતિબદ્ધ છીએ.ઓકાવાંગો ઈટર્નલ દ્વારા, ડી બિયર્સ અને નેશનલ જિયોગ્રાફિક સબ-સહારન આફ્રિકાના સૌથી મોટા ટ્રાન્સ બાઉન્ડરી પ્રોટેક્ટેડ વિસ્તારોમાંના એકને સ્થાપિત કરવા અને સક્રિય કરવા માટે કામ કરશે.