દક્ષિણ ગુજરાતમાં કાર્યરત વિવિધ ઉદ્યોગોના પ્રશ્નો સમજવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાની આગેવાનીમાં ચેમ્બરના માનદ્ ખજાનચી મનિષ કાપડીયા, ગૃપ ચેરમેન પરેશ લાઠીયા તથા મેનેજિંગ કમિટીના સભ્યો ગણપત ધામેલિયા અને ઉમેશ શ્યાણી તેમજ વલસાડ જિલ્લાના રિજનલ કમિટી કન્વીનર સુધીર સાવલીયા સહિતના પ્રતિનિધી મંડળે બે દિવસમાં વાપી, સિલવાસા, દાદરાનગર હવેલી, ઉમરગામ અને દમણ સહીત કુલ છ ઔદ્યોગિક એસોસિયેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી.
ડાયમંડ ટાઈમ્સ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાની આગેવાનીમાં ચેમ્બરના માનદ્ ખજાનચી મનિષ કાપડીયા, ગૃપ ચેરમેન પરેશ લાઠીયા તથા મેનેજિંગ કમિટીના સભ્યો ગણપત ધામેલિયા અને ઉમેશ શ્યાણી તેમજ વલસાડ જિલ્લાના રિજનલ કમિટી કન્વીનર સુધીર સાવલીયા સહિતના પ્રતિનિધી મંડળે બે દિવસમાં કુલ છ ઔદ્યોગિક એસોસીએશનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ચેમ્બરના પ્રતિનિધી મંડળ દ્વારા જે તે ઔદ્યોગિક વિસ્તારોની સમસ્યા સમજવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ઔદ્યોગિક એસોસિયેશનની સમસ્યાઓને સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવા વિસ્તૃત ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.મુલાકાતનાં પ્રથમ રાઉન્ડમાં વી.આઇ.એ.(વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન), સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, દાદરાનગર હવેલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન મુલાકાત લઇ તેઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત દીવ–દમણના જોઇન્ટ કમિશનર કરનજીત વાડદોરીયા (IAS)ની શુભેચ્છા મુલાકાત બાદ ઉમરગામમાં DOMS કંપનીની મુલાકાત લીધી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિવિધ ઔદ્યોગિક એસોસીએશનો સાથેની મિટીંગમાં એમએસએમઇ સભ્યોના ડેટા એક્ષ્ચેન્જ કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો પરસ્પર બિઝનેસ વધારી શકે તે હેતુથી બીટુબી પ્લેટફોર્મ ક્રિએટ કરવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.દક્ષિણ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી સંબંધિત વિવિધ એકઝીબીશનો પણ સાથે મળીને કઇ રીતે કરી શકાય? તે દિશામાં પણ ચર્ચા થઇ હતી.વધુમાં તેમણે કહયું કે ચેમ્બરના પ્રતિનિધી મંડળે લીધેલી શુભેચ્છા મુલાકાતોને વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોનો ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડયો હતો.South