ડી-બિયર્સએ એચ. આર એક્ઝિક્યુટિવ પદ્દે જોન રોમનની નિમણૂંક કરી.

172

ડાયમંડ ટાઈમ્સ

અગ્રણી રફ ઉત્પાદક કંપની ડી- બિયર્સએ એચ.આર એક્ઝિક્યુટિવ હેડના પદ્દે જોન રોમનની નિમણૂંક કરી છે.જોન આગામી 22 માર્ચથી આ પદ્દની જવાદારી સંભાળી લેનાર છે.રફ હીરા અને જ્વેલરીના વ્યવસાયમાં નવી તકો વધારવાના આશયથી રફ કંપની ડી-બિયર્સએ આ પગલુ લીધુ છે.
જોન રોમન રોમન અમેરીકા સ્થિત ટોલ બ્રધર્સ કંપનીમાં ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર તરીકેની જવાબદારી સફળતા પુર્વક સંભાળી ચુક્યા છે.તેણીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને એશિયામાં વિવિધ માનવ સંસાધનો અને વ્યૂહ રચના બાબતે મહત્વપુર્ણ કામગીરી કરી છે.તેણીએ વિસ્કોન્સિન યુનિવર્સિટીમાંથી પ્રથમ બી.એ. અને ત્યારબાદ એમબીએની ડીગ્રી પ્રાપ્ત કરી છે.ડી-બિઅર્સ ગ્રૂપના સીઇઓ બ્રુસ ક્લેઇવરે કંપનીમા જોન રોમનની નિમણૂંક અંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે આપણે ભવિષ્યની તકોને ઝડપવાની શ્રેષ્ઠ સ્થિતિમાં છીએ. આ બાબતને લક્ષ્યમાં રાખીને કંપનીએ વ્યવસાયનો વિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે. અમને વિશ્વાસ છે કે ડી-બિયર્સ કંપનીની વ્યાપારીક રણનીતીનો અભ્યાસ કરી તેને અનુસરવાના કાર્યમાં જોન રોમનની એક મહત્વપુર્ણ ભૂમિકા હશે.