ક્રિસિલ રેટીંગ્સનો અહેવાલ : હીરા અને ઝવેરાતની નિકાસમાં વૃદ્ધિની આગાહી

493

DIAMOND TIMES – કોરોના મહામારી વચ્ચે જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં 20 ટકાની વૃદ્ધિ થવાનો ક્રિસિલ દ્વારા આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે.અહેવાલમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે તૈયાર હીરાની નિકાસ વધીને 20 બિલિયન અમેરીકી ડોલરને આંબી જવાની ધારણા છે.ક્રિસિલ રેટીંગ્સના અહેવાલમાં જણાવ્યું છે કે ગયા નાણાકીય વર્ષના બીજા ભાગમાં અમેરીકા અને ચીનના બજારોમાં હીરા અને ઝવેરાતની જંગી માંગ રહી હતી.આ માંગ ભારતના તૈયાર હીરાની નિકાસમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.અમેરીકાના આર્થિક વિકાસમાં સુધારો અને બેરોજગારીમાં ઘટાડો થતાં હીરા અને ઝવેરાતની માંગમા આગામી મહીનાઓમાં હજુ પણ વધારો કરવા નિમિત્ત બનશે.

વિદેશી મુસાફરી પર પ્રતિબંધો અને હોસ્પિટાલિટી પાછળ નહી ખર્ચેલા નાણાની બચત હીરાના આભૂષણો સહિતના ઘરેણા પર ખર્ચ કરવા માટે અમેરીકનો તૈયાર બેઠા છે.જેથી ગત ઓક્ટોબર-2020 થી હીરા અને ઝવેરાતની નિકાસ પ્રતિ મહીને 2 અબજ ડોલરના સ્તરે વધી રહી છે.ત્રીજા ક્વાર્ટરથી નિકાસ સ્થળોએ શરૂ થનારી તહેવારની સિઝન માંગને પ્રોત્સાહન આપશે.વર્ષના બીજા ભાગમાં પુન:રીકવરીના કારણે થયેલી કુલ નિકાસમાં 75 ટકાથી વધુ હિસ્સો અમેરિકા અને ચીનનો જ છે.