હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોની તંગીથી ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિનું સર્જન

2644
હીરા ઉદ્યોગમાં તેજી વચ્ચે રત્નકલાકારોની તંગીથી મોટી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સુરત સહીત અમરેલી, જુનાગઢ, ભાવનગર,પાલનપુર સહીત ગુજરાતના ગ્રામ્ય મથકે ચાલતા નાના કારખાનેદારો પાસે જોબવર્ક કરાવી રહ્યા છે.પરિણામે નાના કારખાનેદારોને કામ મળવાથી માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનને ફાયદો થયો છે.

DIAMOND TIMES – તૈયાર હીરાની વૈશ્વિક ડીમાન્ડના પગલે હીરા ઉદ્યોગમાં સારા કામકાજ ચાલી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે કોરોનાના ભયના કારણે અનેક પરિવારો વતનમાં હિજરત કરી ગયા છે.પરિણામે હીરા ઉદ્યોગમાં કારીગરોની તંગી ઉભી થઈ છે.સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજીભાઈ માવાણીએ કહ્યુ કે હીરા ઉદ્યોગમાં લગભગ વીસ ટકાની આસપાસ કારીગરોની તંગી વર્તાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

દરેક પડકાર હંમેશા સાથે એક નવી તક લઈને આવે છે : નિલેશભાઈ બોડકી

હીરા કારોબારી નિલેશભાઈ બોડકીનું કહેવુ છે કે તૈયાર હીરાની વૈશ્વિક ડીમાન્ડ ખુબ છે.એવામાં કારીગરોની અછતના કારણે હીરાના ઉત્પાદનમાં ઓટોમેટીક રીતે અંકુશ આવ્યો છે.જેથી હીરા ઉદ્યોગમાં ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિનું સર્જન થયુ છે.આ બાબત હીરા ઉદ્યોગ માટે લાભ કારક બની રહેવાની છે.નિલેશ બોડકીએ ઉમેર્યુ કે કોરોના મહામારીમાં મોટાભાગના લોકો નાસીપાસ થઈ ગયા છે.પરંતુ હકીગત એ છે કે કોઇએ નિરાશ થઈને નકારાત્મક વિચારવાની જરૂર નથી.કારણ કે દરેક પડકાર હંમેશા સાથે એક નવી તક લઈને આવતો હોય છે,જેથી નકારાત્મક વિચાર સરણીમાથી બહાર આવી ને માત્ર હકારાત્મક અભિગમ અપનાવવાની હાલ જરૂર છે.

અત્યારે તૈયાર હીરા્ની કુલ ડીમાન્ડ પૈકી 70 ટકાથી વધુ માંગ યુએસ,યુરોપ, હોંગકોંગ અને ચીનના બજારોમાંથી છે . સુરતમાંથી પ્રતિ વર્ષે આશરે 1.50 લાખ કરોડના હીરા અને ઝવેરાતની નિકાસ થાય છે.આ આંકડો ખુબ મોટો છે. ઉલ્લેખનિય છે કે લેબગ્રોન હીરાની નિકાસમાં 68 ટકાનો વધારો નોંધાયો એ ખુબ જ મોટી સિધ્ધિ છે. નિલેશભાઈએ અંતમા કહ્યુ કે આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરીને હીરા ઉદ્યોગે આગળ વધવાની જરૂર છે. નિરાશ થવાની કે નકારાત્મક વિચારવાની કોઇએ જરૂર નથી કારણ કે હીરા ઉદ્યોગનું ભવિષ્ય અંત્યત ઉજ્જવળ છે.

હીરા ઉદ્યોગમાં તેજી વચ્ચે રત્નકલાકારોની તંગીથી મોટી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સુરત સહીત અમરેલી, જુનાગઢ, ભાવનગર,પાલનપુર સહીત ગુજરાતના ગ્રામ્ય મથકે ચાલતા નાના કારખાનેદારો પાસે જોબવર્ક કરાવી રહ્યા છે.પરિણામે નાના કારખાનેદારોને કામ મળવાથી માઈન્સથી માર્કેટ સુધીની ચેઈનને ફાયદો થયો છે.