DIAMOND TIMES – કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જોખમને ટાળવા પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા હવાઈ મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ પ્રતિબંધના પગલે આફ્રીકન દેશ બોટ્સવાનાના રાષ્ટ્રપતિ મોકગવેત્સી માસી સીએ મિજાજ ગુમાવ્યો છે.તેમણે પશ્ચિમી રાષ્ટ્રો પર આક્ષેપ કરતા કહ્યુ કે કોવિડ મુસાફરી પર પ્રતિબંધ મુકી પશ્ચિમી રાષ્ટ્રો બોટ્સવાના સહીત રફ હીરાનું ઉત્પાદન કરતા આફ્રીકન દેશોના અર્થતંત્રને નષ્ટ કરવા માંગે છે.નોંધનિય છે કે બોટ્સ્વાનાના કુલ જીડીપીમાં રફ હીરાનો ખુબ મોટો ફાળો છે.
આ પ્રતિબંધ નાના રાષ્ટ્રોની હિંસા સમાન : મોકગવેત્સી માસીસી
ઓમિક્રોનના વધતા જોખમના પગલે અમેરીકા, ફ્રાન્સ , જર્મની અને યુકે સહીતના કેટલાક દેશોએ બોટ્સવાના, દક્ષિણ આફ્રિકા સહીતના આફ્રીકન દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.બોટ્સવાનાના રાષ્ટ્રપતિ મોકગવેત્સી માસીસીએ ગુસ્સો જાહેર કરતા વિશ્વના દેશો પર ક્રૂરતા અને બેવડા ધોરણોનો આરોપ મૂક્યો છે.તેમણે કહ્યુ કે હવાઈ મુસાફરી પ્રતિબંધ નાના રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી શકે છે.પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા મુકવામાં આવેલા આ હવાઈ પ્રતિબંધને તેમણે નાના રાષ્ટ્રો સામે મોટા રાષ્ટ્ર દ્વારા આચરવા માં આવતી એક પ્રકારની હિંસા ગણાવતા આ પ્રતિબંધોને તાત્કાલિક હટાવવાની પણ તેમણે હાકલ કરી હતી.