મેહુલ ચોકસીને ભારત લાવવામાં વિધ્ન, હાલ તુર્ત ‘ડિપોર્ટ’ નહીં કરવા કોર્ટનો આદેશ

DIAMOND TIMES- બેંકફ્રોડના આરોપી મેહુલ ચોકસીને સ્વદેશ પરત લાવવાના પ્રયત્નો આડે નવુ વિધ્ન આવ્યુ છે.હાલ તુર્ત તેને ભારત નહીં મોકલવા અદાલતે આદેશ જારી કર્યો છે.

પુર્વિય કેરેબીયન સુપ્રીમ કોર્ટમાં ભાગેડુ હીરા વ્યાપારી મેહુલ ચોકસીના કેસમાં સુનાવણી થઈ હતી.જેમા અદાલતે એવો આદેશ કર્યો હતો કે હેબીયસ કોર્પસની સુનાવણી સુધી મેહુલ ચોકસીને કયાંય ડીપોર્ટ કરવામાં ન આવે.આ કેસમાં વધુ સુનાવણી આગામી 2 જુને થશે.મેહુલ ચોકસીને પોતાના વકીલને મળવા દેવા તથા તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ કર્યો હતો. સુનાવણી દરમ્યાન મેહુલ ચોકસી રૂબરૂ હાજર ન હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે મેહુલ ચોકસીને હાલ તુર્ત જેલમાં રાખવામાં નહી આવે.પાંચ દિવસ કવોરન્ટાઈન રખાશે.ત્યારબાદ એન્ટીગુઆ પરત મોકલવામાં આવે તેવી શકયતા છે.અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટીગુઆની નાગરિકતા મેળવી લેનાર મેહુલ ચોકસી કયુબા નાસી રહ્યો હતો.જયારે ડોમિનિકાથી ધરપકડ કરવામાં આવી હતી.તેના વકીલે મેહુલ ચોકસી ભાગતા ન હતા પરંતુ અપહરણ થયુ હોવાનું જાહેર કરતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો.આ પ્રકરણમાં રાહત માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.