સરીન એડવાઈઝર® પાઈરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ નહી કરવા રુદ્ર ડાયમ કંપનીને સુરત નામદાર કોર્ટનો હુકમ

17

DIAMOND TIMES- અત્યાંધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી સુરત વિશ્વનું સૌથી મોટું હીરા કટીંગ અને પોલિશિંગ કેન્દ્ર પ્રસ્થાપિત થઈ ચુક્યુ છે.પરંતુ કેટલાક લોકોના કાળા કરતુતના કારણે સુરતની છબી વૈશ્વિક સ્તરે કલંકિત થઈ રહી છે.

પાઈરેટેડ સોફટવેરના ઉપયોગ અને કોપીરાઈટ ઉલ્લંઘનના એક કેસમાં ડાયમંડ ટેક્નોલોજી ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપની સરીન ટેક્નોલોજીસ લિમિટેડે દ્વારા સુરતની કંપની રુદ્ર ડાયમ વિરૂધ્ધ સુરતની નામદાર કોર્ટમાં સરીનના કોપી રાઈટ એડવાઈઝર® ડાયમંડ પ્લાનિંગ સોફ્ટવેરના ઉલ્લંઘન અંગે દાવો દાખલ કરવામાં આવ્યો હતો,આ દાવા અંગેનો ચુકાદો સરીન ટેક્નોલોજીસ લિમિટેડની તરફેણમાં આવ્યો છે.આ દાવાની સુનાવણીમાં સુરતની નામદાર કોર્ટે સરીન એડવાઈઝર® પાઈરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ નહી કરવા રુદ્ર ડાયમ કંપનીને હુકમ કર્યો છે.

હીરા અને રત્નોના મૂલ્યાંકન,આયોજન,પ્રક્રિયા,માપન,ગ્રેડિંગ અને ટ્રેડિંગ માટે ચોકસાઇવાળા ટેક્નોલોજી ઉત્પાદનો અને સેવાઓના વિકાસ,ઉત્પાદન,માર્કેટિંગ અને વેચાણમાં વિશ્વવ્યાપી અગ્રણી સરીન ટેક્નોલોજિસ લિમિટેડ દ્વારા સરીનના કોપીરાઈટ એડવાઈઝર® ડાયમંડ પ્લાનિંગ સોફ્ટવેરના ઉલ્લંઘન બદલ રૂદ્ર ડાયમ વિરુધ્ધ સુરતની નામદાર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.જેની સુનાવણી દરમિયાન સુરતની નામદાર કોર્ટે રુદ્ર ડાયમને સરીન એડવાઈઝર ® સોફ્ટવેરનો ઉપયોગ નહી કરવા મનાઈ હુકમ જારી કર્યો છે.

નામદાર કોર્ટે સરીનના લીગલ એડવાઈઝર®સોફ્ટવેર અને કોમ્પ્યુટર પ્રોગ્રામનું ઉલ્લંઘન અથવા પાઈરેટેડ વર્ઝનનો કોઈપણ રીતે ઉપયોગ કરવા પર રુદ્ર ડાયમ પર કાયમી પ્રતિબંધ મૂક્યો છે.વધુમાં કોઈપણ રીતે કોર્ટે રૂદ્ર ડાયમંડને હાલમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ પાઈરેટેડ વર્ઝનને બદલે સરીન પાસેથી માન્ય ઉત્પાદનો ખરીદવાનો નિર્દેશ આપ્યો હતો.

સરીનના મૂલ્યવાન બૌદ્ધિક સંપદાના રક્ષણ માટે અમો પ્રતિબધ્ધ : ડેવિડ બ્લોક

સરીનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડેવિડ બ્લોકે જણાવ્યું હતું કે સરીનના મૂલ્યવાન બૌદ્ધિક સંપદાના રક્ષણ માટે હાથ ધરાયેલા સધન પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.અમે સરીનના કાનુનિ અધિકારોને લાગુ કરવા અને અન્ય પક્ષો દ્વારા થતા સરીનના ઉત્પાદનોના ગેરકાયદે ઉપયોગ કે કોઈપણ પ્રયાસોને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.અમે આ ન્યાયિક પરિણામનો લાભ લઈને સરીનના પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરતા અન્ય વપરાશ કર્તાઓ વિરુધ્ધ નામદાર સુરતની કોર્ટેમાં સમાન મુકદ્દમાને સખત રીતે અનુસરવા માગીએ છીએ.