ડાયમંડ ટાઇમ્સ
થોડા સમયથી એકદમ નિયંત્રણમાં આવી ગયેલા કોરોનાએ ફરી અચાનક જ માથુ ઉચક્યું છે.તેમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેને તો મુશ્કેલીઓ વધારી દીધી છે. બ્રિટન,સાઉથ આફ્રિકા અને ગલ્ફનાં દેશો બાદ હવે ભારતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેને પગ પેસારો કર્યો છે.
ભારતમાં વાયરસનો નવો સ્ટ્રેન ઘુસી ગયો હોવાનું સાબિત થયું છે.ચંડીગઢના ડાયરેક્ટે આ અંગે આશંકા વ્યક્ત કરતા કહ્યુ કે કોરોનાનો નવો સ્ટ્રેન દેશમાં વધારે સંક્રમણ ફેલાવી શકે છે.ભારતમાં જણાઈ આવેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટન કરતા પણ વધારે ઘાતક છે.આ નવો સ્ટ્રેન વધારે સંક્રામક હોઈ શકે છે.આ સ્થિતિમાં કોરોનાના નવા કેસને ફેલાતો રોકવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કરવા જોઈએ.વર્તમાન સમયમાં ચંડીગઢની હોપીટલમાં કોરોનાના 55 કેસ છે.છેલ્લા બે જ અઠવાડિયામાં આ કેસો વધ્યા છે.
નીતી આયોગના સભ્ય વીકે પોલના જણાવ્યા પ્રમાણે દેશમાં SARS-CoV-2 ના યૂકે સ્ટ્રેનથી અત્યાર સુધીમાં 187 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.જ્યારે દક્ષિણ આફ્રિકાના કોરોના સ્ટ્રેનથી 6 લોકો સંક્રમિત બન્યા છે. તો બ્રાઝિલના નવા કોરોના સ્ટ્રેનથી એક જ વ્યક્તિ સંક્રમિત થયો છે.આ ઉપરાંત આ કેસની તપાસ કરવા અત્યાર સુધીમાં 3500 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
જો કે બીજી તરફ ICMRનું કહેવુ છે કે મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો કોરોનાના નવા વેરિએંટ N440K અને E484Q સાથે કોઈ લેવાદેવા નથી.SAR4-CoV-2ના N440K અને E484Q સ્ટ્રેન મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણામાં મળી આવ્યા છે.પરંતુ કોરોનાના વધતા જતા નવા વેરિએંટ સાથે તેનો કોઈ સીધો સંબંધ નથી.કોરોના વાયરસના આ નવા વેરિએંટના જીમોનની સંરચના પર પણ હાલ સંશોધન ચાલી રહ્યું છે.