ડાયમંડ ટાઈમ્સ
બેદીવસ પુર્વે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક દ્વારા આયોજિત પેનલ ડિસ્કશનમાં નિષ્ણાંતોએ આશંકા દાખવતા કહ્યુ કે ભારતમા કોરોનાની બીજી લહેર નિશ્ચિત છે.
નિમ્હાન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોવાયરોલોજીના પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને કર્ણાટક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વી રવિએ કહ્યું કે ભારત કોરોનાની બીજી લહેરથી બચી નહીં શકે.તેમણે કહ્યું કે મોટાભાગના લોકો એવું માની રહ્યા છે કે આપણે બધાથી અલગ છીએ.પરંતુ એક દિવસ તો લોરોના દરેકને ઝપેટમાં લેશે જ.
ચેન્નઈ સ્થિત એપોલો હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાંત ડો. વી રામાસુબ્રમણિયમે કહ્યું કે અમેરીકા અને યુ.કે સહિતના દેશો કે જે ભારતની સરખામણીએ કોરોનાના કેસમાં ત્રણથી ચાર મહિના આગળ છે.આ દેશોમાં પણ કોરોનાની બીજી લહેર આવી હતી.તેમણે કહ્યું કે ભારતમાં બીજી લહેર ન આવવાનું મને કોઈ કારણ જણાતું નથી.પરંતુ શકયતા છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેની તીવ્રતા ઓછી હોઈ શકે છે. કેમકે ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે
નિષ્ણાંતોએ કહ્યુ કે જયારે લહેર ધીમી પડે છે ત્યારે લોકો નિશ્ચિત અને બેદરકાર બની જાય છે.પરિણામે સંક્રમણ ફેલાતા કોરોનાના કેસ ફરી વધવા લાગે છે.અમેરીકા અને યુકેમાં પણ કોરોનાની બીજી લહેર આવી હતી.પરંતુ ભારતમાં યુવાનોની સંખ્યા વધુ હોવાથી અહીં સંક્રમણની તીવ્રતા ઓછી હોવાનો જાણાકારોએ દાવો કર્યો છે.કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે.જેને કોરોનાની બીજી લહેર માની શકાય તેમ છે.તેમણે કહ્યું કે જયારે કેસોમાં મોટો ઉછાળો આવશે ત્યારે જ લોકો જવાબદારી પૂર્વક વર્તશે.