ભારત ડાયમંડ બુર્સમાં પ્રવેશ અગાઉ કોરોના ટેસ્ટ ફરજીયાત

765

BDB મેનેજમેન્ટે ભારત ડાયમંડ બુર્સમાં જ ગેઈટ નંબર – 9, MDMA હોલ અને BMS અપર બેઝમેન્ટમાં કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી

DIAMOND TIMES -મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ગત તારીખ 5 એપ્રિલના રોજ મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સને અચોક્ક્સ મુદ્દત માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.સરકારના આ નિર્ણય વિરૂધ્ધ BDB ને પુન: ચાલુ કરવા હીરા કારોબારીઓએ ઈ-મેઈલ અભિયાન ચલાવી કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ કરવાની ખાત્રી આપતા ઉપરોક્ત માંગણીનો સ્વીકાર કરી 10 ટકા કર્મચારીઓની હાજરી સાથે BDB ખોલવાની સરકારે પરમિશન આપી છે.

કોરોના મહામારી વચ્ચે સાવધાની દાખવવા સરકારે ભારત ડાયમંડ બુર્સમાં પ્રવેશ અગાઉ ઓફીસ ધારક અને ઓફીસમાં કાર્યરત કર્મચારીઓ માટે ફરજીયાત કોરોના માટે ( RTPCR) ટેસ્ટ કરી તેનો રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.બીડીબી મેનેજમેન્ટએ આ અંગે એક એડવાઈઝરી જારી કરીને આગામી 10 એપ્રિલ સુધીમાં કોરોના રિપોર્ટ સોંપવાનો ઓફીસધારકોને નિર્દેશ કર્યો છે . બીડીબીમાં પ્રવેશ અગાઉ RTPCR ટેસ્ટ ફરજીયાત કરવાના આદેશના પગલે મેનેજમેન્ટે BDBમાં જ કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.જેને માટે ત્રણ લેબોરેટરીની સેવા લેવામાં આવી છે.આવતીકાલ તારીખ 9 એપ્રિલથી આ સેવા કાર્યરત કરવામાં આવશે.