કોરોનાના કારણે હીરા ઉદ્યોગને ફટકો,મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ અચોક્ક્સ મુદ્દત માટે બંધ

20065

DIAMOND TIMES – મહારાષ્ટ્રમાં કોરોના મહામારીમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.જેને પગલે સરકારે શનિવાર અને રવિવારના દીવસે સંપૂર્ણ લોકડાઉન તેમજ શુક્રવારથી સોમવાર દરમિયાન રાત્રીના 8 થી સવારના 7 વાગ્યા સુધી લોકડાઉન કરવાનો મોટો નિર્ણય લીધો છે.આવી સ્થિતિ વચ્ચે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ અચોક્ક્સ મુદ્દત માટે બંધ રાખવાની નોટીસ ફરતી થઈ છે. સોસિયલ મીડીયામા વહેતા થયેલા આ મેસેજમાં જણાવવામાં અવ્યુ છે કે બીજી કોઇ સુચના ન મળે ત્યા સુધી ભારત ડાયમંડ બુર્સને અચોક્ક્સ મુદ્દત માટે બંધ રાખવામાં આવશે.સુત્રોના જણાવ્યા મુજબ ભારત ડાયમંડ બુર્સમાં ઓફીસો ધરાવતા હીરાના વેપારીઓ – હીરાની કંપનીઓને પણ ઈ-મેઈલ દ્વારા આ નોટીસ મોકલવામાં આવી છે. ભારત ડાયમંડ બુર્સ બંધ થવાથી હીરા ઉદ્યોગને ખુબ મોટો આર્થિક ફટકો પડવાનો છે.

કોરોના મહામારીના પગલે મહારાષ્ટ્રમાં કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. જેમા હોટલ-રેસ્ટોરામાં ભોજન કરવા પર મનાઈ કરવામાં આવી છે. જ્યારે પાર્ક, બગીચા,રમતના મેદાન પણ બંધ રહેશે.આ તમામ નવા નિયમો આજરોજ તારીખ 5 એપ્રિલથી લાગુ થઈ ચુક્યા છે.રવિવારના રોજ કોરોના મુદ્દે મળેલી મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ગરમા ગરમ ચર્ચા થઈ હતી અને સમગ્ર લોકડાઉન કરવાનો અનેક મંત્રીઓએ વિરોધ કર્યો હતો.જેના પગલે આ આંશિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોએ કહ્યુ હતુ.