સમગ્ર વિશ્વ કોરોનાથી સુરક્ષિત રહેવા રસીનો બુસ્ટર ડોઝ લઈ રહી છે.પરંતુ તેનાથી વિપરીત કોરોનાએ જાતે વૈશ્વિક હીરા ઉદ્યોગને તેજીનો બુસ્ટર ડોઝ આપ્યો છે.પરિણામે કોરોના મહામારી અગાઉ નાણાભીડ,રફની સરખામણીએ તૈયાર હીરાના ભાવોમાં વિસંગતતા, તૈયાર હીરાની માંગનો અભાવ સહીતની અનેક ખરજવા જેવી વર્ષો જુની સમસ્યાઓમાથી વૈશ્વિક હીરા ઉદ્યોગને છૂટકારો મળ્યો છે.!!! ઉપરાંત માઈન્સથી લઈને માર્કેટ સુધીની સાંકળમાં સમાવિષ્ટ એક એક કડીનો નેગેટીવ દૃષ્ટિકોણ બદલાઈને સકારાત્મક થયો છે.જેથી એમ કહી શકાય કે કોરોનાએ હીરા ઉદ્યોગને તેજીનો બુસ્ટર ડોઝ આપ્યો છે.
કોરોનાએ શિખવાડ્યુ કે ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિ જ અનુકુળ : શ્રી દીયાળભાઈ વાઘાણી (કપ્પુ જેમ્સ)
હીરાની અગ્રણી કંપની કપ્પુ જેમ્સના માલિક અને હીરા કારોબારમાં તજજ્ઞ શ્રી દીયાળભાઈ વાઘાણીએ કહ્યુ કે કોરોના મહામારીની અગાઉની સ્થિતિએ વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગ ખુબ જ મજબુત છે.વૈશ્વિક બજારમાં પુરવઠાની તંગીના કારણે તૈયાર હીરાના ભાવો ખુબ જ સકારાત્મક છે.કોરોનાના કારણે પોલિશ્ડ હીરાનું ઉત્પાદન ઘટતા ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિનું આપોઆપ સર્જન થયુ છે.જેનાથી હીરા ઉદ્યોગને ખુબ મોટો ફાયદો થયો છે.જેના પરથી કહી શકાય કે કોરોનાએ આપણને ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિ જાળવતા શિખવ્યુ છે.તેમણે કહ્યુ કે કારોબારમાં ડીમાન્ડ અને સપ્લાયના મહત્વ અંગે આપણે યુરોપ પાસેથી શિખ લેવી જોઇએ.યુરોપની મોટાભાગની કંપનીઓ ડીમાન્ડ મુજબ જ ઉત્પાદન કરીને ઓવા ટેન્શને નિર્ધારીત નફો રળતી હોય છે.
શ્રી દીયાળભાઈ વાઘાણીએ ઉદ્યોગકારોને સજેશન આપતા કહ્યુ કે ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિ જાળવી રાખવા દીવાળીની જેમ ઉનાળુ વેકેશનની જરૂર છે.સમગ્ર વર્ષ દરમિયાન હીરાના કારખાનાઓની જવાબદારી સંભાળતા યંગ સંચાલકો,મેનેજર્સ,કી-પર્સન અને રત્નકલાકારોને સમગ્ર વર્ષ દરમિયાન એક પળની પણ ફૂરસદ મળતી નથી.પરંતુ જો ઉનાળૂ વેકેશન રાખવામાં આવે તો ઉત્પાદન પર નિયંત્રણની સાથે ડીમાન્ડ અને સપ્લાયની સ્થિતિ અનુકુળ થશે.આ ઉપરાંત હીરાના કારખાનામાં કામ કરતા માલિક અને મેનેજરથી માંડીને રત્નકલાકાર સુધીની દરેક વ્યક્તિને પરિવાર સાથે રહેવાનો અને રીફ્રેશ થવાનો સમય મળશે.જેનાથી રત્નકલાકારો સહીત દરેકની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો થશે.પરિણામે હીરાનું ગુણવત્તા યુક્ત પ્રોડક્શન મેળવવામાં પણ મદદ મળશે.
DIAMOND TIMES – સમગ્ર વિશ્વ કોરોનાના અજગર ભરડામાં સપડાઈ ચુક્યુ છે.દરેક વ્યક્તિને પોતાની તથા પરિવારની સ્વાસ્થયની ચિંતા સતાવી રહી છે.જંગી જન સંખ્યા ધરાવતા ભારતમાં કોરોના સંક્રમણ ચરમસીમાએ છે. આવી વિકટ સ્થિતિ વચ્ચે વેપાર-ધંધાને ખુબ મોટી અસર થઈ છે. વિશ્વના મોટાભાગના દેશોના કારોબાર ખુબ જ પ્રભાવિત થયા છે.પરંતુ આવી કટોકટી વચ્ચે જેમ એન્ડ જ્વેલરીના વૈશ્વિક કારોબારમાં નોંધનિય અને અકલ્પનિય પ્રગતિ થઈ છે.
રાપાપોર્ટ સહીત મોટાભાગની કંપનીઓના અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હીરા અને ઝવેરાતનો વૈશ્વિક કારોબાર કોરોના અગાઉના વર્ષની તુલનાએ અનેક ગણી સારી સ્થિતિમા છે.એટલુ જ નહી હકીકતમાં તો પાછલા એક દશકાની સરખામણીએ વર્તમાન સમયમાં વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી બજાર ગતિશીલ હોવાથી હીરા ઉદ્યોગ ખુબ જ મજબુત સ્થિતિમાં છે એ દાવાને કોઇ નકારી શકે તેમ નથી.વૈશ્વિક માર્કેટમાં પોલિશ્ડ હીરાના ભાવો મજબુત હોવાથી માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈન ચેતનવંતી બની છે.
કોરોના મહામારી અગાઉના વર્ષની તુલના કરીએ તો ભારતના હીરા ઉદ્યોગ સહીત વૈશ્વિક બજારમાં અનેક સમસ્યાઓ હતી.આ ઉપરાંત માર્કેટ નિષ્ણાંતોએ રફ અને પોલિશ્ડ હીરાની કિંમતોને સતત ડાઉન ટ્રેન્ડ પર રાખવા મજબુર બન્યા હતા.આ સિવાય હીરા ઉદ્યોગ અન્ય દબાવના મુદ્દાઓનો પણ સામનો કરી રહ્યો હતો.મોટા ભાગની હીરા અને જ્વેલરીની કંપનીઓને ગ્રાહકોને ખાતરી આપવા ટ્રેસિબિલિટી પ્રોગ્રામ્સ ચલાવવાની ફરજ પડી હતી.પરંતુ કોવિડના કારણે ઝડપી પરિવર્તન આવ્યુ છે.
તૈયાર હીરાના પુરવઠાની તંગી હવે એક મોટી પરંતુ સકારાત્મક સમસ્યા બની છે.બીજી તરફ અમેરીકા અને ચીનના બજારો જેટ ગતિએ ઝડપથી રીકવરી કરીને ઉભરી રહ્યા છે.આ બંને દેશોના નાગરીકો સ્ટોર્સની મુલાકાત લઈને જ્વેલરીની ખરીદી કરવાનું શરૂ કરી દીધુ છે.માઈન્સથી લઈને માર્કેટ સુધીની સાંકળમાં સમાવિષ્ટ એક એક કડીનો નેગેટીવ દૃષ્ટિકોણ બદલાઈને સકારાત્મક થયો છે.જેથી એમ કહી શકાય કે કોરોનાએ હીરા ઉદ્યોગની મંદીને બુસ્ટર ડોઝ આપ્યો છે.