કોરોનાનાં કારણે 102 મિલિયન ડોલરની વેપાર ખાધનો ડી – બિયર્સના અહેવાલમાં દાવો

290

ડાયમંડ ટાઈમ્સ

કોરોના મહામારી વચ્ચે વિતેલા વર્ષ -2020 દરમિયાન રફ હીરાની માંગમા ઘટાડો , સાઈટ હોલ્ડર્સ કંપનીઓને આપવામા આવેલી આર્થિક રાહત , વિવિધ ખાણોમાં રફ ઉત્પાદન સ્થગિત થવા સહીતના કેટલાક નકારાત્મક પરિબળોને લીધે 102 મિલિયન અમેરીકી ડોલરની વેપાર ખાધનો  ડી – બિયર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. જેમા લોક ડાઉનનાં કારણે પ્રથમ ચીનમાં અને ત્યાર પછી યુરોપ અને અમેરીકા સહીત વિશ્વનાં અનેક દેશોમાં જ્વેલરી સ્ટોર બંધ થવાને કારણે જ્વેલરી રિટેલરોની માંગમાં ઘટાડાને પણ એક મહત્વના પરિબળ તરીકે જોવામાં આવી રહ્યુ છે.ડી – બિયર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે કંપનીએ વર્ષ 2019 દરમિયાન 45 મિલિયન અમેરીકી ડોલરની કમાણી કરી હતી. જેની સરખામણીએ વિતેલા વર્ષ -2020 દરમિયાન આ જંગી નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ગત વર્ષે રફ હીરાનું વેચાણ 27% ઘટીને 21.4 મિલિયન કેરેટ થયું છે.ઉપરાંત રફ હીરાની સરેરાશ કિંમત 3% ઘટીને 133 ડોલર પ્રતિ કેરેટ રહી હતી.