ડાયમંડ ટાઇમ્સ ન્યુઝ
2017ની સર્જીકલ સ્ટ્રાઇકસ અને ત્યારબાદ 2019ની બાલાકોટ સ્ટ્રાઇકસ પછી અજીત ડોભાલ સતત પાકિસ્તાની ત્રાસવાદીઓની હિટલિસ્ટમાં રહ્યા છે.પાકિસ્તાનથી ચાલતા આતંકી સંગઠનો દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર હુમલો કરવાનો તેમજ દિલ્હીના અનેક વિસ્તારોને નિશાન બનાવવાની તૈયારીઓ પુર્ણ કરી લીધી હોવાની વિસ્ફોટક માહીતિ બહાર આવી છે.
જૈશના એક આતંકવાદી હિદાયત – ઉલ્લાહ – મલિકની ગત તારીખ 6 ફેબ્રુઆરીએ દક્ષિણી કાશ્મીરના સોપિયાથી ભારતિય સુરક્ષા એજન્સી દ્વારા ધરપકડ કરવામા આવી હતી. ત્યારબાદ આ આંતકીની કડક પુછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ થયા હતા.જેને પગલે અજીત ડોભાલની ઓફિસ અને ઘરની સુરક્ષા વ્યવસ્થા સધન બનાવી લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.
હિદાયત – ઉલ્લાહ – મલિક નામના આતંકી વિરૂધ્ધ અગાઉ પણ જમ્મુના ગંગયાલ થાણામાં એફઆઇઆર કરવામાં આવી હતી.મલિક જૈશના ફ્રંટ ગ્રુપ લશ્કર-એ-મુસ્તફાનો ચીફ છે.તેની પાસેથી શસ્ત્ર અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા.પોલિસે આ આતંકીની પુછપરછ કરતા બહાર આવ્યુ હતુ કે ગત તારીખ 24 મે 2019ના રોજ શ્રીનગરથી ફલાઇટ દ્વારા તેઓ દિલ્હી આવ્યા હતા.તેણે પાકિસ્તાની હેન્ડલરના આદેશથી ડોભાલની ઓફિસની રેકી અને ઓફિસનુ વિડીયો રેકોર્ડીંગ કર્યુ હતુ.ત્યારબાદ આ વિડીયો રેકોર્ડીંગને તેણે પાકિસ્તાની હેન્ડલરને વોટ્સએપ દ્વારા મોકલ્યુ હતુ.ઉપરાંત આ આતંકીએ સરદાર પટેલ ભવન સહીત દિલ્હીની અનેક મહત્વની જગ્યાઓની રેકી કરીને તેનો વિડીયો બનાવ્યો હોવાનુ બહાર આવ્યુ છે.