લોન રિસ્ટ્રકચરિંગ સ્કીમ અંતર્ગત ઉદ્યોગકારોને રાહત આપવા વિચારણા

ઇન્ડિયન બેંક સોસિયેશન , ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવેલપમેન્ટ કાઉન્સિલ , ક્રેડાઈ, જીજેઇપીસી  તેમજ એસોચેમે સહીત વિવિધ વ્યાપારીક સંગઠનોએ કારોબારીઓ અને ઉદ્યોગ સાહસિકોને રિસ્ટ્રકચરિંગ સ્કીમનો લાભ આપવાની માંગ કરી છે.

DIAMOND TIMES – લોન રિસ્ટ્રકચરિંગ સ્કીમ અંતર્ગત ઉદ્યોગકારો-કારોબારીઓને કોરોના કાળમાં રાહત આપવા તૈયારીઓ કરી છે.સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ લોન રિસ્ટ્રકચરિંગ વિન્ડોને ફરીથી ખોલી તેનો લોન ધારકોને લાભ આપવામાં આવે એવી શકયતા છે. જોકે આ અંગેની ચર્ચા વિચારણા હજુ પ્રારંભિક તબક્કે છે અને તેના નિયમો વિશે કોઈ સ્પષ્ટતાં કરવામાં નથી આવી.

સુત્રોએ ઉમેર્યુ હતુ કે વિવિધ વેપારી સંગઠનો અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી ઉપરોક્ત માંગણીને રિઝર્વ બેંક સ્વીકારી લોન રિસ્ટ્રકચરિંગની મંજૂરી આપે તેનો લાભ ડિફોલ્ટર ખાતા ધારકોને મળશે નહી.આ ઉપરાંત ભુતકાળમાં જે બોરોઅર્સ એક વાર આ સ્કેમનો લાભ લઈ ધિરાણનું પુનર્ગઠન કરી ચુક્યા છે તેમને પણ ફરીથી લાભ આપવા નહિ આપવા કેટલાક બેંકરોએ મત વ્યક્ત કર્યો છે.સુત્રો કહે છે કે ખાસ કરીને જે રાજયોએ લોકડાઉન જાહેર કર્યા છે તે રાજ્યના કારોબારીઓ-ઉદ્યોગકારો અને લોન ધારકો માટે આ સ્કીમ જાહેર કરવામાં આવે એવી વકી છે.ઉલ્લેખનિય છે કે ઇન્ડિયન બેંક સોસિયેશન,ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવેલપમેન્ટ કાઉન્સિલ,ક્રેડાઈ, જીજેઇપીસી તેમજ એસોચેમે પણ રિસ્ટ્રકચારિંગ સ્કીમનો લાભ આપવાની માંગણી કરી છે.

ઇમર્જન્સી લિંકડ ગેરંટી સ્કીમ હેઠળ સૂક્ષ્મ,નાના અને મધ્યમ એકમોએ ને ગત વર્ષે મોટી સંખ્યામાં ધિરાણનું પુનર્ગઠન કર્યું નહોતું.પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિસ્થિતિ અલગ અને વધુ વિકટ હોવાથી પુનર્ગઠનનો વિકલ્પ જરૂરી બની ગયો છે એમ પણ બેન્કિંગ વર્તુળોનું કહેવું છે. વળી બેંકીંગ નિયામકે સ્વીકાર કર્યો છે કે કોરોના મહામારીની બીજી લહેરની અસર ઘણી વ્યાપક છે,જેથી લોન ધારક ગ્રાહકોને રાહત આપવાની જરૂર છે.