કોંગ્રેસે સોશિયલ મીડિયામા પોતાની તાકાત મજબૂત કરવા મોડે મોડે પણ કવાયત હાથ ધરી છે.કોંગ્રેસના સોશિયલ મીડિયા વોરિયર્સની ટીમમા જોડાવા કોંગ્રેસે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે.આ ટીમમાં વોટ્સેપ, વેબસાઇટ અને ઈ-મેલ દ્વારા જોડાઈ શકો છો.
સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમમા જોડાવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરી લોકોને અપીલ કરી છે.સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમને લઈને રાહુલ ગાંધીએ કહ્યુ કે આ ટીમ ન્યાય માટે લડનાર યોદ્ધાઓની છે કોઇ નફરતની સેના નથી.આ અહિંસાની અને સત્યની સેના છે.કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલ,પ્રવક્તા પવન ખેડા અને પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ રોહન ગુપ્તાએ આ અભિયાનની શરૂઆત કરી છે.પવન બંસલે કહ્યુ કે દરેક શહેરમાથી 5 લાખ સોશિયલ મીડિયા વોરિયર બનાવવાનું અમારૂ લક્ષ્ય છે.જેના માધ્યમથી દેશને અસરકર્તા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.સાથે આ યોદ્ધાઓના માધ્યમથી વિચારો અને સિદ્ધાંતોની આપ-લે થશે.
રોહન ગુપ્તાએ કહ્યુ કે લોકતાંત્રિક સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે.સરકાર વિરૂધ્ધ અવાજ ઉઠાવનારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ત્યારે કોંગ્રેસની જવાબદારી બને છે કે અમે તેનો જવાબ આપીએ અને દેશને બચાવીએ. અમારી નૈતિક જવાબદારી છે કે દેશનો અવાજ મજબૂત કરવામાં આવે.આ બાબતને ધ્યાનમા રાખીને આ અભિયાનનો પ્રારંભ કરી રહ્યાં છીએ.અમે યુવાનોને મંચ આપવા ઈચ્છીએ છીએ.અમે આ અભિયાનને એક મહિના સુધી ચલાવીશું જેથી દેશના યુવાનો તેની સાથે જોડાઈ શકે.