પુડુચેરીમાં કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકાર ધડામ: સરકાર બચાવવાનાં રાહુલગાંધીના પ્રયાસો નિષ્ફળ

123

ડાયમંડ ટાઈમ્સ

પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસની સરકાર પડી છે.કોંગ્રેસ વિધાનસભામાં બહુમત સાબિત કરી શકી નહી.સોમવારે સ્પીકરે જાહેરાત કરી કે સરકાર પાસે બહુમત નથી. નોંધનીય છે કે કેટલાક વિધાયકોના રાજીનામા બાદ કોંગ્રેસની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી.આજે સદનમાં સરકારે બહુમત સાબિત કરવાનો હતો.પરંતુ મુખ્યમંત્રી વી. નારાયણસામી બહુમતી સાબિત નથી કરી શક્યાં.સદનમા બહુમત સાબિત કરવાની પરિક્ષાના સમયે જ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતુ.ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યની બે દિવસની મુલાકાત કરી હતી.આમછતા પણ તેઓ સરકાર કે પાર્ટીને નુકસાન થવાથી બચાવી શક્યા નથી.

આ ઘટના પછી મુખ્યમંત્રી વી. નારાયણસામી એ ઉપરાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે.વિધાનસભાના વિશેષ સત્રમાં તેમણે કહ્યું કે પૂર્વ LG કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો છે.જો અમારા ધારાસભ્ય અમારી સાથે હોત તો સરકાર પાંચ વર્ષ સુધી ચાલત.અમે દ્રમુક અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી.તમામ પેટાચૂંટણીમાં અમે જીત નોંધાવી છે.જેનાથી સ્પષ્ટ થાય છે કે પુડ્ડુચેરીના લોકોને અમારી પર વિશ્વાસ છે.

કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં રાજીનામાં પછી સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં.ત્યાર બાદ ઉપ-રાજ્યપાલ તિમિલીસાઈ સુંદરરાજને સરકારને બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું.ફ્લોર ટેસ્ટથી એક દિવસ પહેલાં જ રવિવારે કોંગ્રેસ અને ગઠબંધનમાં સામેલ DMKના એક-એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હ્તુ,પરિણામે નારાયણસામી સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી.ફ્લોર ટેસ્ટ પહેલાં રવિવારની સાંજે CM નારાયણસામીના આવાસ પર પાર્ટી અને સહયોગી પક્ષોના નેતાઓની એક બેઠક પણ યોજાઈ હતી.