ધીમા મતદાને પગલે રાજકીય પક્ષોમા ચિંતા,વધુ મતદાન કરાવવા કેમ કરવો પડ્યો આદેશ?

117

ડાયમંડ ટાઈમ્સ
રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણી માટે ચાલી રહેલા ધીમા વોટિંગથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે. હાલ ચાલી રહેલા ધીમા મતદાનથી અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સત્તાધારી ભાજપના નેતાઓ ચિંતિત બની ગયા છે.અમિત શાહે આ મામલો ગંભીરતાથી લીધો છે.તેઓ ભાજપના નેતાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ મતદાન કરવા આદેશ કર્યો છે.ઉલ્લેખનિય છે કે અમદાવાદ મહાનગર પાલિકામાં મતદાન કરવા માટે અમિત શાહ અમદાવાદમાં આવ્યા છે.તેમણે નારણપુરા ખાતે સહપરિવાર મતદાન કર્યું હતું.

ભાજપને ઓછા મતદાનનો ભય સતાવી રહ્યો છે.કારણ કે આ વખતની ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ જ નહીં આપ પણ લડી રહી છે.ત્યારે જીતના માર્જિનમાં ઘટાડો થાય તો ભારે રસાકસી થઈ શકે છે.જેને કારણે ભાજપને હારનો પણ સામનો પણ કરવો પડી શકે છે.