10 ડીસેમ્બરે SDBના H ટાવરના ઓફીસ ધારકોને કબ્જો સોંપી દેવાનો કમિટીનો નિર્ણય

23

DIAMOND TIMES – વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સ (SDB) ના A થી J ટાવરમાં આવેલી મોટા ભાગની ઓફિસોમાં ફર્નિચર (ઇન્ટિરિયર)ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.વધુમાં H ટાવરમાં ઓફીસ ધરાવતા સભ્યોએ પણ ઇન્ટિરિયર વર્ક માટે પરવાનગી માંગતી અરજીઓ કરેલી છે.સભ્યોની આ માંગણીને ધ્યાનમાં રાખીને આગામી તારીખ 10 ડીસેમ્બરથી ટાવર H માં ઓફિસ ધરાવતા મેમ્બરોને ઓફિસમાં ઇન્ટિરિયર વર્ક માટે ઓફિસની સોંપણી કરવાનું એસડીબી કમિટીએ નિર્ધારીત કરેલ છે.

આ અંગે એસડીબી કમિટીએ સભ્યોને અપીલ કરતા કહ્યુ છે કે ઓફિસ ધારક સભ્ય તેની ઓફીસમાં ઇન્ટિરિયર વર્ક શરૂ કરવા માંગતા હોય તો તેમણે ફોર્મ ભરી SDB ની કતારગામ ઓફિસ અથવા તો સાઈટ ઓફિસ (ખજોદ) ખાતે સબમિટ કરાવવાનું રહેશે.આ ઉપરાંત info@sdbbourse.com પર મેઇલ દ્વારા પણ અરજી કરવાની રહેશે.