બિલ ઓફ એન્ટ્રીનો પ્રશ્ન ઉકેલી ઉદ્યોગની સમસ્યા દુર કરવાનું વાણિજ્ય સચિવે વચન નિભાવ્યુ

1052

DIAMOND TIMES – જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભારત સરકારના વાણિજ્ય સચિવ શ્રી બી.વી. આર.સુબ્રમણ્યમએ જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના અગ્રણી નિકાસકારો-ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી.જેમા વડાપ્રધાનને નિર્ધારીત કરેલી 400 અબજ ડોલરની નિકાસ લક્ષ્યાંક હાંસલ કરવા તેમજ આત્મનિર્ભર ભારતની યોજનાને આગળ વધારવા પર ભાર મુકાયો હતો.

નિકાસકાર કંપનીઓ- હીરા ઉદ્યોગ કારો અને કેન્દ્ર સરકારના અધિકારીઓ વચ્ચે જીએસટી, ભારતીય રિઝર્વ બેંકના નિયમો, કસ્ટમ સંબંધિત નીતિઓ, સમસ્યાઓ- પડકારો સહીતના મુદ્દાઓની શ્રેણીને આવરી લઈને કટ અને પોલિશ્ડ હીરા,ગોલ્ડ જ્વેલરી, રંગીન રત્ન,સીપ્ઝ,બેન્કો, નામાંકિત એજન્સીઓનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ એક દીવસીય સત્ર દરમિયાન કારોબારમાં અવરોધ રૂપ સમસ્યાઓ અને પડકારો રજૂ કરી બેંકો અને સરકારી અધિકારીઓ સાથે ગહન ચર્ચાઓ કરી હતી.

ભારત સરકારના વાણિજ્ય સચિવ બી.વી.આર.સુબ્રમણ્યમે વચન નિભાવ્યુ

આ બેઠકમાં ભારત સરકારના વાણિજ્ય સચિવ બી.વી.આર.સુબ્રમણ્યમે વચન આપ્યુ હતુ કે અમે હીરા ઉદ્યોગની સમસ્યાઓને નિવારવા પ્રતિબધ્ધ છીએ.રત્ન અને જ્વેલરી ક્ષેત્ર સાથે સંબંધિત સમસ્યાઓ અને મુદ્દાઓની દેખરેખ માટે જીજેઇપીસી કાઉન્સિલ સાથે એક સમિતિની રચના કરીશું.આ સમિતિ, કસ્ટમ્સ, આવકવેરા, આરબીઆઈ, બેંકો અને કાઉન્સિલ સાથે ઉલ્લેખિત મુદ્દાઓને એકીકૃત કરી તેને ઉકેલવા માટે રેગ્યુલર ત્રિમાસિક બેઠકો કરશે.

10 હજાર કરોડનાં પેમેન્ટ નહી થતા હીરા ઉદ્યોગપતિઓ પર વ્યાજ બોજ પડવા સાથે શાખ દાવ પર લાગ્યા હતા

IDPMS (ઇમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનિટરિંગ સિસ્ટમ) માં ઉભી થયેલી ટેક્નિકલ સમસ્યાને કારણે સુરત હીરા બુર્સ પર આયાત કરેલા રફ હીરાના પાર્સલની 10 હજાર કરોડનાં પેમેન્ટની ચુકવણી થઈ શકી ન હતી.સુરત હીરા બુર્સ પર ગત તારીખ ત્રણ જુનથી 4 જુલાઇ દરમિયાન આયાત થયેલા તમામ રફ ડાયમંડના પાર્સલ માટે સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા વિદેશી કંપનીઓને કરવામાં આવેલી પેમેન્ટની ચુકવણીઓ હોલ્ડ પર રાખવામાં આવી હતી.કારણ કે સુરતની રફ હીરા આયાતકાર કંપનીઓ અને સુરત કસ્ટમ્સ વિભાગ દ્વારા ફાઇલ અને અપલોડ કરવામાં આવેલી ‘બિલ ઓફ એન્ટ્રી’ RBIના પોર્ટલ પર શો થતી નહી હોવાથી AD બેન્કો વિદેશી કંપનીઓને પેમેન્ટ ચુકવણીઓ મોકલવામાં સક્ષમ નહોતી.

સુરત હીરા બુર્સ પર આયાત થયેલ રફ હીરાના પેન્ડિંગ પેમેન્ટ સંબંધિત મુદ્દો ઉકેલાઈ ગયો : દીનેશભાઈ નાવડીયા

ઉપરોક્ત ટેકનિકલ સમસ્યા વિશે GJEPCને જાણ થતાં RBIના અધિકારીઓ,DG Systems તેમજ MoC&Iનો સંપર્ક કરી આ મુદ્દાને ઉકેલવા માટે તેમનો સહયોગ માંગ્યો હતો. આ ઉપરાંત ગત તારીખ 4 સપ્ટેમ્બર-2021ના રોજ મુંબઈમાં વાણિજ્ય સચિવ શ્રી બી. વી. આર. સુબ્રમણ્યમ સાથેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જીજેઇપીસીના અવિરત પ્રયાસો અને કસ્ટમ્સ તેમજ RBIના સહયોગ થી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં GJEPCના સફળતા મળી છે.જેથી માર્ગદર્શન અને મામલાનો ઉકેલ લાવવા બદલ અમો કસ્ટમ્સ વિભાગ, DG સિસ્ટમ્સ  RBI અને MoC&I (મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ) નો આભાર વ્યક્ત કરીએ છીએ.