નિકાસ વૃદ્ધિ માટે આધુનિક ટેકનોલોજી , ટ્રેડીંગ અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરો : પિયુષ ગોયલ

28

DIAMOND TIMES – માનનિય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતે (SEEPZ) ખાતે મેગા કોમન ફેસિલિટી સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો.ઉલ્લેખનિય છે કે રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ડ્રીમ પ્રોજેક્ટ કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રની સાથે દેશના જેમ્સ અને જ્વેલરીના વિકાસ માટે એક મહત્વપૂર્ણ વ્યવસાય સુવિધા કેન્દ્ર સાબિત થશે.

મુંબઈમાં સિપ્ઝ ખાતે મેગા કોમન ફેસિલિટી સેન્ટરનો શિલાન્યાસ પ્રંસગે ઉપસ્થિત હીરા ઉદ્યોગકારોને સંબોધતા પિયુષ ગોયલે ટેકનોલોજી,ટ્રેડીંગ અને તાલીમ એમ 3 Ts પર ધ્યાન કેન્દ્રિત કરવા હાંકલ કરી

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ઉદ્યોગ સાહસિકોને સંબોધતા પીયૂષ ગોયલે કહ્યું કે મેગા CFC જેવા અન્ય કોઇ પ્રોજેક્ટનું ઝડપી અમલીકરણ ભાગ્યે જ જોવા મળે છે.હીરા અને ઝવેરાતના ઉત્પાદનમાં ટેકનોલોજી,ટ્રેડીંગ અને તાલીમ એમ 3 Ts પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મુકવાની અપીલ કરતા તેમણે કહ્યુ કે ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશો નહીં.આધુનિક ટેકનોલોજી યુક્ત શ્રેષ્ઠ મશીનરીનો જ હંમેશા ઉપયોગ કરવો જોઇએ.આ ક્ષેત્રમાં આપણે હજુ ઘણી મોટી મહત્વાકાંક્ષાઓ રાખવાની જરૂર છે.

તેમણે ઉમેર્યુ કે હીરા ઝવેરાતની નિકાસ માટે વડાપ્રધાને આપેલા નિકાસ લક્ષ્યાંકને હાંસિલ કરવા સરકાર હીરા ઝવેરાત ઉદ્યોગને તમામ સહકાર આપવા તૈયાર છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરવા માટે જેમ અને જ્વેલરી ક્ષેત્ર પાસે શક્તિ,વચન અને ક્ષમતા છે.ભારતના હીરા ઝવેરાત ક્ષેત્રને સાચા અર્થમાં વૈશ્વિક ચેમ્પિયન બનાવવાનો સમય આવી ગયો છે.

CFC એ માત્ર તાલીમ અને કૌશલ્ય પ્રદાન કરવાની સુવિધા નહીં પરંતુ પ્રગતિનું મજબૂત પ્રતીક છે : GJEPC ચેરમેન કોલિન શાહ

GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે SEEPZ ખાતે નિર્માણ થનાર CFC સેન્ટર હીરા ઝવેરાત ઉદ્યોગના ભાવિને ફરીથી નિર્ધારિત કરશે.અમે વાણિજ્ય મંત્રાલય ના આભારી છીએ કે તે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને મેગા CFC પ્રોજેક્ટના સ્વપ્નને પૂર્ણ કરવામાં મદદ કરશે.SEEPZ-SEZના કાયાકલ્પ અને પુનઃવિકાસ માટે રૂપિયા 200 કરોડની જરૂરીયાત છે.આ પ્રોજેક્ટ હીરા અને ઝવેરાત ક્ષેત્રને આત્મનિર્ભર ભારતની એક કદમ નજીક લાવવાનો છે.વર્તમાન સમય માં રત્ન અને ઝવેરાતની વાર્ષિક નિકાસમાં SEEPZનું આશરે 3 બિલિયન ડોલરનું યોગદાન છે.પરંતુ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીના ઉપયોગથી તે વધારી 7 થી 10 બિલિયન સુધી પહોંચાડવાની નેમ છે.

આ કોમન મેગા ફેસેલિટી સેન્ટર નાના ઉત્પાદકોને હીરા-ઝવેરાતની ગુણવત્તા વધારવા માટે પ્રોત્સાહન આપશે.મેગા CFC એ માત્ર તાલીમ અને કૌશલ્ય પ્રદાન કરવાની સુવિધા નહીં પરંતુ પ્રગતિનું મજબૂત પ્રતીક છે.ભારતીય જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં 4.3 મિલિયનનું સૌથી મોટું અને કુશળ વર્કફોર્સ હોવાથી આ ક્ષેત્ર સક્ષમ કાર્યબળ છે.CFC જ્વેલરી એકમોને સામાન્ય ઉત્પાદન પ્રક્રિયાઓ અને સંબંધિત સેવાઓ પ્રદાન કરશે.વળીCFCથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સાથે નાના એકમો વચ્ચે જાણકારી ટ્રાન્સફર કરશે.જેનાથી તેમને સ્પર્ધાત્મક લાભ પણ મળશે.

કેન્દ્ર હાઇ-એન્ડ કેપિટલ-ઇન્ટેન્સિવ સ્ટેટ-ઓફ-આર્ટ મશીનોના સામાન્ય પૂલની ઍક્સેસ પ્રદાન કરશે.તો કન્સલ્ટન્સી , R&D અને તાલીમ પ્રદાન કરવા સાથે કેડ કેમ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ફાયર એસેઇંગ, ઉત્પાદન, 3D મેટલ પ્રિન્ટીંગ સહીતની આનુષંગિક સેવાઓનો વ્યાપક સ્પેક્ટ્રમ પ્રદાન કરશે.મેગા CFC સુવિધાઓ માત્ર SEEPZ-SEZ એકમોને જ નહીં,પરંતુ ઝોનની બહારની ફેક્ટરીઓને પણ વાજબી દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.જે ફિનિશ્ડ જ્વેલરીની ગુણવત્તા,ઉપજ અને ઉત્પાદકતાના સંદર્ભમાં ઉત્પાદનમાં સુધારો કરશે.મેગા CFC સ્ટડેડ જ્વેલરીના ઉત્પાદનને લગતા વિવિધ પાસાઓ પર તાલીમ આપીને વર્તમાન કારીગરોને ટેક્નોલોજી ટ્રાન્સફર અને પુનઃ કૌશલ્ય માટેના પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપશે.