DIAMOND TIMES – સમગ્ર ભારત સહીત ગુજરાત વધતી જતી કોરોના મહામારીને રોકવા ગતરોજ તારીખ 19 એપ્રિલના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ કોર કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી.આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વિસનગર, સુરેન્દ્રનગર, ભાવનગર , ગાંધીધામ અને પાલનપુરના પ્રમુખશ્રીઓ – હોદ્દેદારો, નિષ્ણાંત તબીબો,અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા.મેરેથોન ચર્ચા વિચારણાના અંતે ગુજરાતમાં લોકડાઉનની નહી કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કહ્યુ કે લૉકડાઉનથી સંક્રમણની ચેઈન તૂટી જાય એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.પરંતુ નાગરિકો સ્વેચ્છાએ જ લોકડાઉનનું પાલન કરે તે ખુબ જરૂરી છે.લોકો સોસિયલ ડિસ્ટન્સિંગ જાળવશે અને કોરોનાની રસી લેશે તો કોરોના સામે આપણે ઝડપથી વિજય મેળવી શકીશુ.તેમણે ઉમેર્યુ કે દિલ્હી , રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૉકડાઉન કર્યા પછી પણ કોરોના કેસ યથાવત રહ્યા છે.
હીરા ઉદ્યોગ લોકડાઉનની તરફેણમાં નથી : નાનુભાઈ વેકરિયા
હીરા ઉદ્યોગ લોકડાઉનની તરફેણમાં નથી,પરંતુ ચુસ્ત ગાઈડ લાઇન સાથે કારોબાર ચાલુ રાખવા માંગે છે.લોકડાઉન નહીં પરંતુ સરકાર નિયમોનું પાલન કરાવે એવુ હીરાના કારોબારીઓ ઇચ્છી રહ્યાં છે.હાલ હીરામાં તેજી છે અને ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની માંગ છે.કામ ધંધા બંધ થશે તો આર્થિક મુશ્કેલી પડશે.કોરોનાના કહેર વચ્ચે લાખો પરિવારને રોજીરોટી આપતો ગુજરાતનો હીરા ઉદ્યોગે ધમધમતો રહે તેને પ્રાથમિકતા અપાઈ રહી છે.અગ્રણી હીરા ઉદ્યોગકારો,સુરત ડાયમંડ એસિસિયેશન સહીત હીરા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ અગ્રણી સંસ્થાઓ દ્વારા હીરા ઉદ્યોગને કાર્યરત રાખવા સંયુક્ત રીતે સંનિષ્ઠ પ્રયાસ કરી રહી છે.અમો હીરા ઉદ્યોગ બંધ કરવાની જરા પણ તરફેણમાં નથી.બીજી તરફ કોરોનાના સંકમણને રોકવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહીતની સરકારની તમામ ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવા કટીબધ્ધ છીએ.હીરા ઉદ્યોગમાં સાવચેતી વધારી કોરોના સામે લડવા લોકજાગૃતિ કેળવાઈ તે માટે જરૂરી પગલા લેવાનું શરૂ કરી દેવાયું હોવાનું સુરત ડાયમંડ એસિસિયેશનના પ્રમુખ નાનુભાઈ વેકરિયાએ કહ્યુ હતુ.