DIAMOND TIMES – તાજેતરમાં જ સિબ્જોએ કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચે ભેદ સપષ્ટ કરવા સ્વિસ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના સહકારથી www.whatisadiamond.org, નામની એક નવી વેબસાઇટ લોંચ કરી છે. જેનો હેતુ ગ્રાહકો,ઝવેરાત અને રત્ન ઉદ્યોગને કુદરતી અને લેબગ્રોન હીરાના તફાવત અંગે માહિતી આપવાનો છે.ઉલ્લેખનિય છે કે આ વેબસાઈટમાં સિબ્જોએ કુદરતી અને લેબગ્રોન હીરાની પરિભાષાને સુનિશ્ચિત પણ કરી છે.
સિબ્જોનો પરિચય અને કાર્યપ્રણાલી
ધ વર્લ્ડ જ્વેલરી કોન્ફેડરેશન નામની વિખ્યાત સંસ્થા સિબ્જો (CIBJO)ના ટૂંકા નામથી ઓળખાય છે.આ સંસ્થા હીરા-ઝવેરાત અને રત્નોના વિવિધ ઉત્પાદન અને કારોબાર સહીત માઇન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનનું પ્રતિનિધિત્વ કરે છે. હીરા -ઝવેરાતના કારોબાર સાથે સંકળાયેલી વિશ્વની તમામ કંપનીઓ,વ્યક્તિઓ કે સંગઠનોનો સહીત માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનની એક એક કડીનાં આર્થિક હિતો જાળવવાનો સિબ્જોનો મુખ્ય ધ્યેય છે. વિશ્વના દરેક દેશોની સરકાર અને યુનાઈટેડ નેશન ઓર્ગેનાઈઝેશન(UNO) સાથે સિબ્જો સંકલન સાધી હીરા-ઝવેરાત અને મુલ્યવાન રત્નો-ધાતુના પારદર્શક કારોબાર માટે ચોક્ક્સ પેરામિટર્સ ઘડી તેનો સખતાઈથી અમલ કરાવે છે.ઝવેરાતના કારોબાર માટે સિબ્જોએ ઘડી કાઢેલા નિયમો અને કાયદાઓ માટે ખાસ બંધારણ છે. જેને સિબ્જોની બ્લુબુક તરીકે ઓળખવામાં આવે છે.સમગ્ર વિશ્વ સિબ્જોના બ્લુબુકનાં કાયદાને ચુસ્તપણે વળગી રહી હીરા ઝવેરાતનો કારોબાર ચલાવે છે.
ઉલ્લેખનિય છે કે સંજોગો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી સિબ્જો કારોબારીઓને અનુકુળ થાય એ રીતે સર્વાનુમત્તે બ્લુબુકના કાયદાઓમાં ફેરફાર કરતી હોય છે.તાજેતરમાં જ સિબ્જોએ કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચે ભેદ સપષ્ટ કરવા સ્વિસ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના સહકારથી www.whatisadiamond.org, નામની એક નવી વેબસાઇટ લોંચ કરી છે. જેનો હેતુ ગ્રાહકો,ઝવેરાત અને રત્ન ઉદ્યોગને કુદરતી અને લેબગ્રોન હીરાના તફાવત અંગે માહિતી આપવાનો છે.ઉલ્લેખનિય છે કે આ વેબસાઈટમાં સિબ્જોએ કુદરતી અને લેબગ્રોન હીરાની પરિભાષાને સુનિશ્ચિત પણ કરી છે.

અમારૂ કામ ક્યાં હીરા સારા અને ક્યાં હીરા ખરાબ એમ ગ્રાહકોને સમજાવવાનું નથી,પરંતુ માત્ર બંને વચ્ચેનો તફાવત ગ્રાહકો આસાનીથી પારખી શકે તેટલુ જ સુનિશ્ચિત કરવાનું છે : સિબ્જો પ્રમુખ કેવાલિએરી
સિબ્જોની નવી વેબસાઈટમાં કુદરતી અને પ્રયોગશાળાનાં કૃત્રિમ હીરા અંગે સંપુર્ણ માહીતિ આપવામાં આવી છે.સિબ્જોએ વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન(WCO)ની હાર્મોનાઇઝ્ડ કોમોડિટી ડિસ્ક્રિપ્શન અને કોડિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા તફાવતોનું પણ નિરૂપણ કર્યુ છે.ઉપરાંત પ્રાકૃતિક અને માનવસર્જિત હીરાના કારોબાર અંગે પરિભાષા સમજાવતી સંક્ષિપ્ત માર્ગદર્શિકા પ્રદાન કરી છે.સિબ્જોના પ્રમુખ ગેટાનો કેવાલિએરીએ કહ્યું કે અમારું ધ્યેય ક્યા હીરા મુલ્યવાન અને ક્યા હીરા વધારે સારા છે તે બાબત ગ્રાહકોને માર્ગદર્શન આપવાનુ નથી,પરંતુ વશ્વિક બજારમાં વિવિધ ઉત્પાદનો વચ્ચેનો તફાવત ગ્રાહકો આસાનીથી પારખી શકે માત્ર તેટલુ જ સુનિશ્ચિત કરવાનું છે.