ક્રિસ્ટીઝના સમર સ્પાર્કલ ઓક્શનમાં ફેન્સી કલર હીરાનો દબદબો

758

DIAMOND TIMES – ઓકશન હાઉસ ક્રિસ્ટીઝ જ્વેલ્સ દ્વારા ફેન્સી કલર ડાયમંડ જડીત મુલ્યવાન ઝવેરાતના વેંચાણ માટે સ્પેશિયલ સમર સ્પાર્કલની બીજી આવૃત્તિ 4 થી 18 ઓગસ્ટ સુધી યોજવામાં આવી રહી છે. આ સમર સ્પાર્કલ ઓન લાઇન – હરાજી માં મુલ્યવાન ફેન્સી કલર ડાયમંડનો દબદબો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે હીરાના આકાર અને રંગોની ઉજવણીની થીમ પર જ આયોજીત થયેલા આ ક્રિસ્ટીઝ ઓકશનમાં 24.45 કેરેટ વજનનો હાર્ટ શેપ ડી કલર, આઇએફ,ટાઇપ IIa હીરા જડીત પેન્ડન્ટ મુકવામાં આવ્યુ છે.જેની 1.55 થી 2.55 મિલિયન ડોલર કીંમત મળવાનો અંદાજ છે.આ હીરો ક્રિસ્ટીઝના ઓન લાઈન ઓકશનમાં વેચાણ માટે મુકવામાં આવેલ સૌથી મૂલ્ય વાન છે.

આ ઓકશનમાં એક એક થી ચડીયાતી અને મુલ્યવાન આવતી ક્લાસિક હીરાની જ્વેલરીનો સમાવેશ થાય છે. જેમા 9.83 કેરેટ વજનના VS1 ક્લેરીટીના વિવિડ ઓરેંજ કલરના ફેન્સી હીરા જડીત ધ સમર સનરાઇઝ નામની હીરાની વીંટી છે. જેની 6 થી 8 લાખ ડોલર કીંમત મળાવાની ધારણા છે.આ ઉપરાંત 2.5 થી 3.5 લાખ ડોલરની કીમતનો 6.29 કેરેટ વજનનો,IF, ડી કલરનો હીરો, 1.8 થી 2.2 લાખ ડોલરની કીંમતના 5.01 કેરેટ વજનન અને ડી કલરના હીરા જડીત બુટ્ટી, 50,000-60,000 ડોલરની કીંમતના એમરાલ્ડ કટ 5.06 કેરેટ વજન અને H કલરના હીરા જડીત વીંટી,ઉપરાંત વિશિષ્ટ રંગો ધરાવતા હીરા જડીત સગાઈની વીંટીઓ પણ સામેલ છે.જેમા 40,000- 60,000 ડોલરની કીંમતની 3.02 કેરેટ વજનના વિવિડ કલર ફેન્સી હીરા જડીત વીંટી અને 60,000-80,000 ડોલરની કીંમતના ફેન્સી ગુલાબી રંગના હીરા જડીત વીંટીનો સમાવેશ થાય છે.