ક્રિસ્ટીઝના ઓનલાઇન જ્વેલરી ઓકશને ઉચ્ચ મુલ્યનો ઇતિહાસ સર્જ્યો

18

DIAMOND TIMES – ક્રિસ્ટીઝે પોતાની તાજેતરની પેરિસ ખાતે થયેલી હરાજીમાંથી 1.18 કરોડ ડોલરની કમાણી કરી છે.જે 30 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી આયોજીત થયેલા આ ઓનલાઈન જ્વેલરી ઓકશને વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે.

એન્ટિક કુશન બ્રિલિયન્ટ-સ્ટેપ-કટ, 7.05-કેરેટ રૂબી સાથેની બાઉશેરોન રિંગ સેટ,હીરા જડીત પેરિસ જોએલેરી આ સેલની સ્ટાર સેલ્સ પ્રોડકટ હતી, આ દાગીનો 11 લાખ ડોલરમાં વેચાયો હતો, જે તેના વેચાણ પૂર્વેના અંદાજ કરતાં લગભગ 10 ગણું વધારે હતુ.અન્ય ઘણા ઝવેરાતો એ પણ તેમના મૂલ્યાંકનોને પાછળ છોડ્યા છે.બે દાગીનામાંથી પ્રત્યેકે 422,995 ડોલર મેળવ્યા,જે તેમના ઉંચા અંદાજોથી લગભગ બમણા છે

સુપર્સિધ્ધ લકઝરી બ્રાન્ડ કાર્ટીયર દ્વારા કુશન-આકારનો 4.92-કેરેટનો એક બેલે ઇપોક ડાયમંડ,કુશન મોડિફાઇડ બ્રિલિયન્ટ-કટ, 15.09-કેરેટ, આઇ-કલર, SI1 – ક્લેરિટી જડીત ડાયમંડ રિંગ પણ સામેલ હતી.આ દરમિયાન પેરિસિયન આર્ટ ડેકો જ્વેલર જીન ફોક્વેટ દ્વારા એક્વામરીન અને કોરલ નેકલેસ 338,396 ડોલરમાં વેચાયો, જે તેના અંદાજીત મૂલ્ય કરતા બમણું છે.

અન્ય ઉલ્લેખનિય ચીજોમાં 10.95-કેરેટનો કોલમ્બિયન પન્ના અને ડાયમંડવાળી એક વીંટીનો સમાવેશ થાય છે, જેણે 309,889 ડોલર હાંસલ કર્યા હતા, જે તેના પૂર્વ વેચાણ અંદાજ કરતાં નવ ગણાથી વધારે છે.બાઉશેરોન દ્વારા એક રેટ્રો ટેન્ક બ્રેસલેટ 70,499 ડોલરમાં વેચાયું અને 1929માં મૌબૌસિન દ્વારા બનાવેલી આર્ટ ડેકો તુટ્ટી ફ્રુટી ક્લિપ 67,679 ડોલરની કિંમત મેળવી. બંને નંગ તેમના વેચાણ પૂર્વેના અંદાજથી છ ગણા કરતાં વધારે કિંમતે વેચાયા હતા.

ક્રિસ્ટીઝે નોંધ્યું છે કે, વેચાણનો કુલ આંકડો કોઈપણ ઑનલાઇન જ્વેલરી હરાજી માટે જ નહીં, પણ પેરિસમાં યોજાયેલા કોઈપણ દાગીનાના વેચાણ માટે પણ સૌથી વધુ હતો. કુલ મળીને, ઓક્શન હાઉસ ઓફરમાં 86 ટકા વસ્તુઓ વેચવામાં આવી હતી. આ હરાજીમાં 33 દેશોમાંથી 418 સહભાગીઓ આવ્યા હતા, જેમાંથી 18 ટકા પ્રથમ વખતના બિડર હતા.