રિયલ ઈઝ રેરના સુત્રને સાર્થક કરતું ક્રિસ્ટીઝનું ન્યુયોર્ક મેગ્નિફિસિએન્ટ ઓક્શન

486

DIAMOND TIMES – અગ્રણી ઓકશન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા ગત તારીખ 8 જૂનના રોજ આયોજીત મેગ્નિફિસિએન્ટ જ્વેલ્સની ન્યૂયોર્કની હરાજીમાં 26,559,250 ડોલરની કમાણી થઈ છે.અગાઉ તારીખ 20 મે થી 4 જૂન દરમિયાન થયેલા ઓનલાઈન વેંચાણ થકી 43,485,125 ડોલર પ્રાપ્ત કર્યા હતા.પરિણામે બંનેના સંયુક્ત વેચાણ થકી ક્રિસ્ટીએ કુલ 30,044,375 અમેરીકી ડોલરનો વકરો કર્યો છે.

મેગ્નિફિસિએન્ટ જ્વેલ્સની હરાજીમાં ક્રાઇસ્લર ડાયમંડ વેંચાણ મુલ્યમાં ટોચ પર રહ્યો છે.પેર-આકારનો 54.03 કેરેટ વજનનો ડી કલર અને આંતરિક રીતે દોષ રહિત આ મોટો હીરો 5.07 મિલિયન અમેરીકી ડોલરમાં વેંચાયો હતો.ઉલ્લેખનિય છે કે આ એક ઐતિહાસિક હીરો હતો.મેગ્નિફિસિએન્ટ જ્વેલ્સની હરાજીમાં 204.36 કેરેટ વજનનો ફેન્સી ટેન્શન યેલો કલરનો ડાન્સીંગ સન નામથી વિખ્યાત બીજો પોલિશ્ડ ડાયમંડ પણ હરાજીમાં મુકવામાં આવ્યો હતો.VVS2 ક્લેરીટીનો ડાન્સીંગ સન નામનો આ હીરો ડાયાવિક ખાણમાથી મળી આવ્યો હતો.જે પણ 4,950,000 અમેરીકી ડોલરની જંગી કીંમતે વેંચાયો હતો.

યુનિક જાર જ્વેલરી કલેકશન પણ આ ઓકશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.જારના મહત્વપૂર્ણ વેસ્ટ કોસ્ટ કલેક્શનના વેંચાણ થકી કુલ 5,931,250 અમેરીકી ડોલરનો વકરો થયો હતો.આ ઉપરાંત 2.52 કેરેટના ફેન્સી વિવિડ બ્લુ પિઅર-આકારના હીરા તેમજ 2.43 કેરેટ વજનના હીરા જડીત રીંગ 675,000 અમેરીકી ડોલરમાં વેચાઈ હતી.વધારામાં 4.10 કેરેટ વજનના દુર્લભ ફેન્સી ગ્રે-બ્લુ ડાયમંડ જડીત રિંગ પણ 846,000 અમેરીકી ડોલરની વિક્રમજનક કીંમતે વેંચાઈ હતી.