અમેરીકા પછી ચીન પોલિશ્ડ હીરાની આયાત કરતુ બીજા નંબરનું બજાર બન્યુ છે.ચીનમાં ડાયમંડ જ્વેલરીના ક્રેઝ માં સતત વધારો થઈ રહ્યો છે.આવી સ્થિતિ વચ્ચે ચીનની જાયન્ટ જ્વેલરી કંપની ચાઈ તાઈ ફૂકે જાહેરાત કરી છે કે કંપની આગામી ચાર વર્ષમાં ચીનમાં 2,150 નવા જ્વેલરી સ્ટોર્સ શરૂ કરશે,ચાર વર્ષ બાદ ચાઈ તાઈ ફૂકના કુલ જ્વેલરી સ્ટોર્સની સંખ્યા 4850 થી વધીને 7000 ને પાર કરી જશે.
DIAMOND TIMES – ચીનના જાયન્ટ જ્વેલરી કંપની ચાઈ તાઈ ફૂકે મીડીયાને સંબોધતા કહ્યુ કે કંપની જ્વેલરીના કારોબારને વિસ્તારવાના કામને અગ્રીમતા આપી રહી છે.આગામી નાણાકીય વર્ષ 2025 સુધીમાં કંપનીએ 2150 નવા જ્વેલરી સ્ટોર્સ ખોલવાનો ટાર્ગેટ રાખ્યો છે.વર્તમાન સમયે ચીનના વિવિધ શહેરોમાંચાઈ તાઈ ફૂકના 4850 જેટલા સ્ટોર્સ છે.પરંતુ વર્ષ 2025 સુધીમાં વધુ 2150 જ્વેલરી સ્ટોર્સ શરૂ થતા ચાઈ તાઈ ફૂકના જ્વેલરી સ્ટોર્સની સંખ્યા વધીને 7,000 પર પહોંચી શકે છે.
ચીનના અર્થતંત્રની જેટ ગતિએ થઈ રહેલી વૃદ્ધિના પગલે ચીનના નાગરીકોની માથાદીઠ આવકમાં સંભવિત વૃદ્ધિનો આર્થિક ફાયદો ઉઠાવવા ચાઈ તાઈ ફૂકે બિઝનેસ વિસ્તરણ માટે 14 મી પંચવર્ષીય યોજના અંતર્ગત ડયુલ સર્ક્યુલેશન બિઝનેસ વ્યુહ રચના બનાવી છે.ચાઈ તાઈ ફૂક જ્વેલરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેન્ટ વોંગે કહ્યુ કે 2018 માં અમે ત્રણ વર્ષના ‘સ્માર્ટ+ 2020’ વ્યૂહાત્મક વ્યાપારીક માળખાને અમલમાં મૂક્યું હતુ . આધુનિક ટેકનોલોજી અને સપ્લાય ચેઇન ક્ષમતાઓને વધારીને અમે પાયો મજબૂત કર્યો છે.હવે અમે ડ્યુઅલ-ફોર્સ સ્ટ્રેટેજીનો અમલ કરવા તૈયાર છીએ.આ નવી બિઝનેસ વ્યૂહરચના લાંબા ગાળાના ધ્યેયો તરફ આગળ વધવામાં કંપનીને મદદ કરશે.
કેન્ટ વોંગે ઉમેર્યુ કે જ્વેલરીના વિશાળ ગ્રાહક વર્ગની જરૂરિયાતોને સંતોષવા તેમજ પ્રોડક્ટ ઓફરિંગને આકર્ષક બનાવવા અમો અવિરત પણે પ્રયાસ કરીશુ.આ ઉપરાંત સમયાંતરે સ્માર્ટ રિટેલ એપ્લીકેશન્સ અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ દ્વારા સપ્લાય ચેઇનના ઓટોમેશન સ્તરને વધુ મજબુત બનાવીશુ.જ્વેલરી ગ્રાહકોને ઇચ્છિત પ્રોડક્ટ્સ મળે તે માટે અમો ડિજિટલ પ્લેટફોર્મ્સને પણ ઓપ્ટિમાઇઝ કરી રહ્યા છીએ.