ચીનના સ્થાનિક બજારમાં ચાઈ તાઈ ફૂકના જ્વેલરીના વેચાણમાં 56 ટકાની વૃદ્ધિ

24

DIAMOND TIMES – ચીનની જ્વેલરી કંપની ચાઈ તાઈ ફૂક દ્વારા જાહેર કરેલા ડેટા અનુસાર ચીનના સ્થાનિક બજારમાં કંપનીના જ્વેલરીના વેંચાણમાં વાર્ષિક ધોરણે 56 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પણ જ્વેલરીની માંગ યથાવત જળવાઈ રહી છે.ઉપરાંત હોંગકોંગમાં પણ ગત વર્ષની તુલનાએ જ્વેલરી બજારમાં સુધારો જોવા મળ્યો છે.ચાઈ તાઈ ફૂકના પ્રવક્તાએ કહ્યુ કે કંપનીના કુલ જ્વેલરી સેલ્સમાં થયેલા વધારામાં ચીનના સ્થાનિક બજારનો 90 ટકા જેટલો જંગી હિસ્સો રહ્યો છે.ત્યાર પચીના ક્રમે બે પર્યટક હબ હોંગકોંગ અને મકાઉનો સમાવેશ થાય છે.

આ પ્રકારના પ્રોત્સાહક પરિણામોથી પ્રેરાઈને ચાઈ તાઈ ફૂકે જ્વેલરીના કારોબારને વિસ્તારવાના કામને અગ્રીમતા આપી રહી છે. આગામી નાણાકીય વર્ષ 2025 સુધીમાં કંપનીએ 2150 નવા જ્વેલરી સ્ટોર્સ ખોલવાનો ટાર્ગેટ રાખ્યો છે. વર્તમાન સમયે ચીનના વિવિધ શહેરોમાંચાઈ તાઈ ફૂકના 4850 જેટલા સ્ટોર્સ છે.પરંતુ વર્ષ 2025 સુધીમાં વધુ 2150 જ્વેલરી સ્ટોર્સ શરૂ થતા ચાઈ તાઈ ફૂકના જ્વેલરી સ્ટોર્સની સંખ્યા વધીને 7,000 પર પહોંચી શકે છે.

જ્વેલરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેન્ટ વોંગે કહ્યુ કે 2018માં અમે ત્રણ વર્ષના ‘સ્માર્ટ+ 2020’ વ્યૂહાત્મક વ્યાપારીક માળખાને અમલમાં મૂક્યું હતુ.આધુનિક ટેકનોલોજી અને સપ્લાય ચેઇન ક્ષમતાઓને વધારીને અમે પાયો મજબૂત કર્યો છે.હવે અમે ડ્યુઅલ-ફોર્સ સ્ટ્રેટેજીનો અમલ કરવા તૈયાર છીએ.આ નવી બિઝનેસ વ્યૂહરચના લાંબા ગાળાના ધ્યેયો તરફ આગળ વધવામાં કંપનીને મદદ કરશે.

વોંગે ઉમેર્યુ કે જ્વેલરીના વિશાળ ગ્રાહક વર્ગની જરૂરિયાતોને સંતોષવા તેમજ પ્રોડક્ટ ઓફરિંગને આકર્ષક બનાવવા અમો અવિરત પણે પ્રયાસ કરીશુ.આ ઉપરાંત સમયાંતરે સ્માર્ટ રિટેલ એપ્લીકેશન્સ અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ દ્વારા સપ્લાય ચેઇનના ઓટોમેશન સ્તરને વધુ મજબુત બનાવીશુ.જ્વેલરી ગ્રાહકોને ઇચ્છિત પ્રોડક્ટ્સ મળે તે માટે અમો ડિજિટલ પ્લેટફોર્મ્સને પણ ઓપ્ટિમાઇઝ કરી રહ્યા છીએ.