DIAMOND TIMES – ભારતીય બેંકોને રૂપિયા 13500 કરોડનો ચૂનો ચોપડીને ફરાર થઈ ગયેલા હિરા કારોબારી મેહુલ ચોકસી ઉપર ભારતનો ગાળિયો વધુ મજબૂત થઈ રહ્યો છે.મેહુલ હાલમાં કેરેબિયન દેશ ડોમિનિકાની એક હોસ્પિટલમાં દાખલ છે અને તેને ભારત લાવવા માટે કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.
મેહુલ ચોક્સી કેરેબિયન દેશ એન્ટીગા એન્ડ બારબુડાની નાગરિકતા ધરાવે છે.જ્યાં તે પોતાની ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા સાથે એશ કરી રહ્યો હતો.એન્ટીગા અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટ બ્રાઉનના જણાવ્યા પ્રમાણે ચોકસી પોતાની ગર્લફ્રેન્ડને ડિનર અથવા તો ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે પાડોશી દેશ ડોમિનિકા લઈ ગયો હતો અને ત્યાંથી પકડાઈ ગયો હતો.આ ઘટના બાદ તેની ગર્લફ્રેન્ડ બબારા જરાબિકા લાપતા થઈ ગઈ છે.
કેરેબિયન મીડિયાના જણાવ્યા અનુસાર બબારા જરાબિકા એક પ્રોપટી ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર છે અને તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.ચોકસીના વકીલોનું કહેવું છે કે મેહુલનું એન્ટીગા અને ભારતીય એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.મેહુલ 23 મેએ ગર્લફ્રેન્ડ બબારા સાથે મુલાકાત કરવાનો હતો.આ દરમિયાન જોલી હાર્બર વિસ્તારમાં એન્ટીગા પોલીસ અને ભારતીય અધિકારીઓએ તેનું અપહરણ કરી લીધું હતું.જેથી બબારા અને મેહુલની મુલાકાત થઈ શકી નહોતી કેમ જ્યારે તે રેસ્ટોરન્ટ જઈ રહ્યો હતો ત્યારે જ તેનું અપહરણ કરીને ધરપકડ કરી લેવાઈ હતી.
મેહુલ અને બબારા વચ્ચે પાછલા એક વર્ષથી મિત્રતા છે.તેઓ અનેક વખત એન્ટીગા અને બારબુડાની આસપાસ કોઇ નયન રમ્ય સ્થળે મળતા રહેતા હતા.બબારા પણ લકઝરી લાઈફ જીવે છે.તેણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખુલાસો થયો છે કે તેણી લકઝરી યોટમાં સમુદ્રની લહેરોની મોજ કરતી રહે છે.બુડાપેસ્ટની એક મોંઘી હોટેલમાં તેણી રોકાઈ હોવાની તસવીર પણ ઇન્સ્ટ્રાગામ પર તેણીએ શેર કરી છે.એક અન્ય તસવીરમાં તેણી હેલિકોપ્ટરમાં બેઠેલી દેખાઈ રહી છે.બબારા ખુદને ટ્રાવેલ, બિઝનેસ અને સ્પોર્ટસની શોખીન ગણાવે છે.