ચોક્સીના જામીન નામંજુર,પહેલી જુલાઈએ સુનાવણીની સંભાવના

457

DIAMOND TIMES – ડોમેનિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બાબતે પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની પોલિસે ધરપકડ કરી હતી.ત્યારબાદ મેહુલ ચોક્સીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.જેમા બે વખત તારીખ પડી હતી.

દરમિયાન ​​​​​ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટેમાં ત્રણ કલાકની હાથ ધરાયેલી સુનાવણીના અંતે ​​​​​ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે મેહુલ ચોક્સીના જામીન નામંજૂર કર્યા છે.ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાવાના આરોપ સર તેની ધરપકડ કરવામાં આવી છે.પરંતુ ચોક્સીએ પ્રથમ હાઈકોર્ટમાં તેની ધરપકડને પડકારી હતી.ચોક્સીએ દાવો કર્યો હતો કે એન્ટિગુઆ-બારબુડાથી તેનું અપહરણ કરીને તેને ડોમિનિકા લાવવામાં આવ્યો છે.પરંતુ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે ચોક્સીના દાવાનું ખંડન કરતાં કહ્યું હતું કે તેણે ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કર્યો છે અને આ કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.​ત્યારબાદ ​​​​ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટેમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટએ તેના જામીન નામંજુર કરતા મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ મામલે ઉચ્ચ અદાલતમાં જવાનો નિર્ણય લીધો છે.

મેહુલ ચોક્સીએ કરેલી જામીન અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરીને આ કેરિબિયન ટાપુ દેશમાં બળજબરીથી લાવવામાં આવ્યો છે.પરંતુ કોર્ટે જામીન અરજી નામંજુર કરતા મેહુલ ચોક્સીને મેહુલ ચોક્સીને ભારત મોકલવામાં પર અસ્પષ્ટતાની સ્થિતિ ઉભી થઈ છે.હવે એ સ્પષ્ટ નથી કે મેહુલને પહેલા એન્ટિગુઆ મોકલવામાં આવશે કે સીધા ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપવામાં આવશે.જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોમિનિકા સરકારે ચોક્સીને ભારત મોકલવાની વાત કરી છે.ઉપરાંત એન્ટિગુઆ સરકારે ડોમિનિકાને પહેલેથી જ સલાહ આપી છે કે ચોક્સીને સીધો ભારત મોકલવો જોઈએ.

ડોમિનિકાની અને ભારત વચ્ચે પ્રત્યાર્પણસંધિ નથી જેથી બંને દેશોના સંબંધ પર આધાર રાખવો રહ્યો.મેહુલ ચોકસીએ એન્ટિગુઆની નાગરિકતા લઈને પાછાલા અનેક વર્ષોથી ત્યા મોજથી રહે છે.અનેક વખત સમાચારો આવતા રહ્યા કે એન્ટિગુઆ ચોકસીને ભારતને સોંપી દેવાનું છે.પણ વાસ્તવમાં એ શક્ય બન્યુ નથી કારણ કે આવા દેશોની ઈકોનોમી મોટા બિઝનેસમેનના રોકાણ પર ચાલે છે.

ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર 5492 કરોડનું દેવું ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.