DIAMOND TIMES- ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોકસીએ એન્ટીગુઆ અને બાર્બુડા પરત ફર્યા બાદ ભારતીય એજન્સીઓ પર અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે.ચોકસીએ કહ્યું કે તેના માથા પર ગંભીર ઇજા થઈ છે જેના માટે ભારતીય એજન્સીઓ જવાબદાર ગણાવતા ઉલટા ચોર કોટળને દંડે જેવો ઘાટ થયો છે.
મેહુલ ચોકસીએ ઇમોશનલ બ્લેક્મેઈલીંગનું શસ્ત્ર ઉગામતા કહ્યુ કે હું મારા ઘરે પરત આવ્યો છું પરંતુ આ ત્રાસથી મારા શરીર અને માનસ ઉપર હંમેશા ઇજા રહેશે. મારા તમામ કારોબાર બંધ કર્યા પછી,તમામ મિલકતો જપ્ત કર્યા પછી ભારતીય એજન્સીઓ મારૂ અપહરણ કરવાનો પ્રયાસ કરશે તેની મને કલ્પના પણ ન હતી.મે ભારતીય એજન્સીઓને એન્ટિગુઆ આવીને મારા વિશે પૂછપરછ કરવા અનેક વખત વિનંતિ કરી છે.કારણ કે હું બીમાર છું અને મુસાફરી કરવામાં અસમર્થ છું. હું હંમેશા ભારતીય એજન્સીઓને સહયોગ આપવા તૈયાર હતો પરંતુ મારી સાથે અમાનવિય વર્તન કરવામાં આવ્યું છે.મે કયારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારૂ અપહરણ કરીને ભારતીય એજન્સીઓ મારી સાથે આ પ્રકારનું અમાનવીય વર્તન કરશે.હું ભારત પરત આવીને મારી નિર્દોષતા સાબિત કરવા માંગતો હતો.પરંતુ હવે હું ભારતમાં મારી સલામતી અંગે પણ ચિંતિત છું.મને નથી ખબર કે હવે હું સામાન્ય સ્થિતિમાં ફરી શકીશ કે નહીં.
ઉલ્લેખનિય છે કે મેહુલ ચોકસી 2018થી એન્ટિગુઆ અને બાર્બુડામાં રહે છે.ભારતમાથી ભાગી ગયા બાદ તેણે આ દેશની નાગરિકતા લીધી છે.મેહુલ ચોકસી છેલ્લા 51 દિવસથી ડોમિનિકા જેલમાં બંધ હતો.તેના પર ગેરકાયદે ડોમિનિકા માં પ્રવેશ કરવાનો આરોપ હતો. પરંતુ ગત સોમવારે જ મેહુલ ચોકસીને ડોમિનિકા કોર્ટે જામીન આપી દીધા હતા. ત્યાર બાદ તેને એન્ટિગુઆમાં પરત જવાની મંજૂરી મળી હતી.