ચીનની પોલિશ્ડ હીરાની આયાત ત્રણ બિલિયન ડોલરને વટાવી નવો રેકોર્ડ સ્થાપિત કરશે : શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જના પ્રમુખ લિન કિયાંગ

76

DIAMOND TIMES – ચીનના રિટેલ જ્વેલરી માર્કેટમાં ઝડપી રિકવરીથી કેલેન્ડર વર્ષ 2021ના ​​પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં હીરાની આયાતે સતત વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે.શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જ (SDE)ના ડેટા અનુસાર જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2021 સુધીમાં હીરાના કુલ વ્યવહારો 5.718 બિલિયન ડોલરને આંબી ગયા છે.જે 2019ના વર્ષની તુલના એ 81.2% નો વધારો દર્શાવે છે.આ આંકડાઓ ચીનમાં હીરા-ઝવેરાતની સક્રીય પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખનિય છે કે સપ્ટેમ્બર-2021માં પોલિશ્ડ હીરાની આયાત 239.9 મિલિયન ડોલર થઈ છે,જે 2020ની તુલનાએ 14.6% અને 2019ની તુલનાએ 83.1%નો જંગી વધારો સુચવે છે.

શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જ ચીનનું એકમાત્ર ડાયમંડ એક્સચેન્જ છે કે જે 0% ટેરિફ અને 4% વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ની અનુકૂળ કરનીતિ હેઠળ પોલિશ્ડ હીરાની આયાત કરે છે.કેલેન્ડર વર્ષ-2021ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમય ગાળામાં શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જ મારફતે પોલિશ્ડ હીરાની કુલ ચોખ્ખી આયાત 2.316 બિલિયન ડોલર થઈ ચુકી છે અને હજુ વર્ષ પુર્ણ થવાને ચાર મહીનાનો સમય બાકી છે,ત્યારે પોલિશ્ડ હીરાની આયાત ત્રણ બિલિયન ડોલરનો નવો રેકોર્ડ સ્થાપિત કરે તેવી સંભાવનાઓ છે. શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જમાં પોલિશ્ડ હીરા ઉપરાંત રફ હીરાની આયાત ના આંકડાઓ પણ ઉત્સાહજનક છે.જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વેપાર શ્રેણી હેઠળ રફ હીરાની આયાત 49.962 મિલિયન ડોલર થઈ છે,જે કેલેન્ડર વર્ષ 2019ના સમાન સમયગાળાની સરખામણીમાં 123.7%નો વધારો દર્શાવે છે.

પોલિશ્ડ હીરાની આયાતમા થયેલી વૃદ્ધિ ચીનના જ્વેલરી બજારની ઝડપી રોકવરીની ગતિને પ્રતિબિંબિત કરે છે : લિન કિયાંગ

પોલિશ્ડ હીરાની આયાતમા થયેલી વૃદ્ધિ ચીનના જ્વેલરી બજારની ઝડપી રોકવરીની ગતિને પ્રતિબિંબિત કરે છે.વિતેલા વર્ષ 2020ની તુલનાએ કેલેન્ડર વર્ષ 2021ના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં જ્વેલરી રિટેલ કારોબાર માં 45%નો વધારો નોંધાયો છે,જે વૃદ્ધિ દરની દ્રષ્ટિએ તમામ છૂટક શ્રેણીઓમાં ટોચ પર છે.વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જના પ્રમુખ કહ્યુ કે ફેસ્ટિવલ અને નેશનલ ડે ગોલ્ડન વીકની રજાઓ જ્વેલરીની પરંપરાગત વેચાણ સીઝન છે.શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જ દ્વારા આ વર્ષે હીરાની આયાત ચીની હીરા બજારમાં વાસ્તવિક માંગને વધુ પ્રતિબિંબિત કરે છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ એસોસિયેશન ઓફ ચાઇના (જીએસી) ના આંકડા અનુસાર ચીનના કુલ 92.74 બિલિયન ડોલર ના ઝવેરાત બજારમાં હીરા જડીત જ્વેલરીનો આશરે 13% હિસ્સો છે.2021માં જ્વેલરી માર્કેટની ઝડપી રિકવરીએ હીરા બજારના વિકાસને ગતિ આપી છે.લગ્ન પ્રસંગ હીરાના વપરાશની કરોડરજ્જુ છે,અને કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ ચાર મહીનામાં 41 લાખ યુગલોએ ચીનમાં લગ્ન માટે નોંધણી કરાવી છે.જે 2020ના સમાન સમય ગાળાની તુલનાએ 287,000 યુગલોનો વધારો દર્શાવે છે.જેના પરથી અનુમાન લગાવી શકાય તેમ છે કે ચીનના લગ્નનું બજાર વૃદ્ધિના રાઉન્ડમાં પ્રવેશ કરશે.