ભારતીય કોરોના વેક્સિન ઉત્પાદકોની IT સિસ્ટમ પર ચીનનો સાઈબર એટેકનો નિષ્ફળ પ્રયાસ

213

ડાયમંડ ટાઇમ્સ
તાજેતરમાં જ અમેરીકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને ભારતમાં સાઈબર અટેકનો પ્રયાસ કર્યો હતો . ચીનના આ સાઈબર અટેકના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસ માટે બ્લેક આઉટ થયું હતું.આ સમાચારને લઈને હજુ લોકોની ઉત્તેજના સમાઈ નથી ત્યા જ ચીનનું વધુ એક મલિન પગલુ સામે આવ્યુ છે.જે મુજબ ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે તાજેતરના સપ્તાહમાં કોરોના વેક્સિન બનાવનારી બે ભારતીય કંપનીઓની IT સિસ્ટમને નિશાન બનાવી હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમા ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા એટલે કે SII સામેલ છે.કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીનના હેકર્સના નિશાન પર છે. ભારતમાં કોરોનાના રસીકરણ દરમિયાન ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે.હેકિંગની આ કોશિશ ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે કરી હતી.

રોયટર્સેએ સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ Cyfirmaના અહેવાલના માધ્યમથી જણાવ્યું કે જે બે વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેક કરવાની કોશિશ કરવામાં આવી તેમના વેક્સિનના ડોઝનો ઉપયોગ દેશના રસીકરણ અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે.એમ કહેવાઈ રહ્યું છે કે તેનો હેતુ ભારતની કોરોના વેક્સિન સપ્લાઈને ચેનને અટકાવવાનો હતો.રિપોર્ટના જણાવ્યા મુજબ, ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે તાજેતરના સપ્તાહમાં કોરોના વેક્સિન બનાવનારી બે ભારતીય કંપનીઓની IT સિસ્ટમને નિશાન બનાવી. તેમાં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા એટલે કે SII સામેલ છે. હેકર્સે આ કંપનીઓની IT સિક્યોરિટીમાં છીડું પાડવાની કોશિશ કરી.

સિંગાપુર અને ટોકિયો માં સ્થિત સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ Cyfirmaએ જણાવ્યું કે ચીનના હેકર્સ APT10, જેને સ્ટોન પાંડા નામથી પણ ઓળખવામાં આવે છે, તેણે ભારત બાયોટેક અને SIIના આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાઈ ચેન સોફ્ટવેરની નબળાઈઓને શોધવાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે SII વિશ્વના ઘણા દેશો માટે વેક્સિન બનાવી રહ્યું છે.