ભારત અને ચીન વચ્ચેની લેહ-લદાખ સરહદો ઉપર એટલે કે લાઇન ઓફ કંટ્રોલ પર અત્યાધુનિક સાધનો દ્વારા જાસુસી સિસ્ટમ ગોઠવવામા આવી રહી છે.આ સિસ્ટમની મદદથી સરહદે ચીનાઓની દરેક હીલચાલ પર ભારત ચોવીસે કલાક બાજ નજર રાખશે તેવા અહેવાલ મળી રહ્યા છે.કાયર ચીનાઓની પીઠ પાછળ વાર કરવાની આદત અને વૃતિ જાણીતી છે.ચીનાઓની આવી હરકતને ભારતના શુરવીર સૈનિકોએ અનેક વખત નિષ્ફળ બનાવી છે.પરંતુ ચીનાઓની આવી મેલી મુરાદ્દનો જડબાતોડ જવાબ આપવામા ભારત માતાના અનેક સપુતો ગંભીર રીતે ઘાયલ થયા છે કે પછી મહામુલી જીંદગી ગુમાવી છે.અત્યારે શિયાળામા સરહદે માઇનસ 40 થી 50 ડીગ્રી જેટલું ભયાનક ઠંઠુ વાતાવરણ છે.આ કડકડતી ઠંડીએ ચીનાઓ પણ ટાઢા પાડી દીધા છે.પરંતુ ઉનાળો શરૂ થતાની સાથે જ ચીનાઓની ગરમી વધવાની છે.આવી સ્થિતી વચ્ચે ભારતિય સૈન્ય હંમેશા સજાગ રહેતુ હોય છે.આમ છતા પણ ચીનઓ ક્યારેક પીઠ પાછળ કાયરતા ભર્યુ કામ કરી જતા હોય છે.
પરંતુ હવે બાજી પલટી જવાની છે.કારણ કે સરહદો ઉપર ભારત અત્યાધુનિક સિસ્ટમ ઉભી કરી રહ્યુ છે.જેમા અત્યંત સંવેદનશીલ સેન્સર્સ,ડ્રોન વિમાનો,અત્યાંધુનિક જાસુસી પ્રણાલીઓ,ઇલેકટ્રોનિક સાધનોની મદદથી ભારત ચીનાઓની ખતરનાક પીપલ્સ લીબરેશન આર્મીની તમામ હિલચાલ ઉપર રાત દીવસ – હરપલ બાજનગર રાખી શલશે.આ સિસ્ટમ ઉભી કરવા પાછળ મોટા પાયે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ચીનાઓનાં ઘુસણખોરીના બદ્દઇરાદા પાર પડે નહિં તે માટે આ પ્રયાસો થઇ રહ્યા છે.પાછલા ઘણા સમયથી લેહ-લદાખ સરહદે ચીને અવારનવાર ઘુસણખોરી કરીભારતના કેટલાક વિસ્તારો ઉપર કબ્જો જમાવવા પ્રયાસો કર્યા છે. હજુ પણ ચીનના ઉંબાડીયા ચાલુ જ છે.બીજી તરફ પાકિસ્તાન પણ તકનો લાભ લેવા ઉત્સુક છે.આવી સ્થિતી વચ્ચે ભારત હાથ ઉપર હાથ રાખીને બેસી રહે એ પોસાય તેમ નથી .પરિણામે ભારત હવે દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપી શકે એ માટે ખાસ રણનીતી મુજબ આગળ વધી રહ્યુ છે.