જયકારના લેબગ્રોન ડાયમંડ ઓક્શનને પ્રથમ દીવસે જ ઉમળકા સભર પ્રતિસાદ

70

DIAMOND TIMES – આધુનિક ટેકનોલોજીની સાથે કુશળ મેન પાવરનો સંગમ ધરાવતી ભારતની શ્રેષ્ઠ,વિશ્વસનીય અને અગ્રીમ હરોળની હીરાની કંપની જયકારના લેબગ્રોન ડાયમંડ ઓકશનનો આજથી શુભારંભ થયો છે.આ પ્રસંગે જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયા સહીત હીરા-ઝવેરાત ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ મહેમાનોને જયકાર કંપનીના ચેરમેન નરેશભાઈ પરીખ, ચિંતન ભાઈ પરીખ સહીત જયકારની સમસ્ત ટીમે ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ભીમરાડના ટાયટેનિયમ હબમાં જીજેઈપીસીની નવરત્ન ગેલેરી ખાતે આયોજીત આ ચાર દીવસીય લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ઓક્શન આગામી તારીખ 1 ઓક્ટોબર સુધી ચાલવાનું છે.જયકારના આ ઓક્શન ને પ્રથમ દીવસે જ ઉમળકા સભર પ્રતિસાદ મળ્યો છે.

ઝવેરીઓની સરળતા માટે ઓકશનનું આયોજન કરવાનો ઉમદા ઉદ્દેશ્ય : જયકારના ચેરમેન નરેશભાઈ પરીખ

આ ઓકશનના આયોજન અંગે પ્રતિભાવ આપતા જયકારના ચેરમેન નરેશભાઈ પરીખે કહ્યુ કે આગામી સમયમાં નવરાત્રી,દીવાળીના તહેવારો આવી રહ્યા છે . આ તહેવારો પછી લગ્નગાળાની સિઝન પણ શરૂ થવાની છે.આ સમયગાળા દરમિયાન ઝવેરાતની માંગ વધવાની આશા છે.આ બાતને ધ્યાનમાં રાખી જ્વેલરી  મેન્યુફેકચરીંગ કરતી જ્વેલરી કંપનીઓ એક જ પ્લેટફોર્મ પર વ્યાજબી કીંમતે તમામ કેટેગરીના ઉચ્ચ ગુણવત્તા યુક્ત પસંદગીના હીરા ખરીદી કરી શકે તેવા ઉદેશ્ય સાથે જયકાર દ્વારા આ ઓકશનનું આયોજન કરવામાં આવ્યુ છે . ઓકશનમાં હીરાને ઓનલાઈન નિહાળવાની અને ખરીદવાની સવલત હોવાથી સુરત ઉપરાંત દેશના અનેક રાજ્યો તેમજ અમેરીકા અને હોંગકોંગ સહીત અનેક વિદેશી ખરીદદારો પણ જોડાયા છે.

લેબગ્રોન હીરાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે : ચિંતનભાઈ પરીખ

લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની આ હરાજીમાં સુરત સહીત ગુજરાતના અન્ય શહેરોના 70 જેટલા ખરીદદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.તો ગુજરાત બહારના દિલ્હી, જયપુર,નાગપુર મુંબઈ, ચંદીગઢ, લુધિયાણા સહિતના શહેરોમાંથી જ્વેલર્સ, હોલસેલર્સ , રિટેઈલર્સ અને બાયર્સ-ટ્રેડર્સો ભાગ લેશે.આ હરાજીમાં દેશના ટોપ 125 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ ભાગ લઈ રહ્યા છે.જેમાં સૌથી વધારે સુરત અને મુંબઈની કંપનીઓ છે.અમેરિકા-યુરોપ ઉપરાંત વિશ્વના અનેક દેશોની સાથે ભારતના સ્થાનિક બજારમાં પણ લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની માંગ વધી રહી છે.જેને ધ્યાનમાં રાખીને સુરતની લેબગ્રોન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને વિદેશી ક્લાયન્ટ મળી રહે તે માટે અમે આ ખાસ પ્રકારની ઓનલાઇન વ્યવસ્થા કરી છે.