ચેનલ ફાઇન જ્વેલરી ક્રિએશન સ્ટુડિયોએ બનાવ્યો પરફ્યુમને સમર્પિત 55.55-કેરેટ ડાયમંડ જડીત હાર!!

673

DIAMOND TIMES- વિશ્વના અનેક ઝવેરીઓ અને નામાંકિત જ્વેલરી ડીઝાઈનરોએ રાજા મહારાજા,મહારાણીઓ કે પછી સેલિબ્રિટીઝને સમર્પિત ખાસ અને યુનિક આભુષણો તૈયાર કર્યા હોય તેવા અનેક દાખલાઓ નોંધાયા છે.પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ચેનલ ફાઇન જ્વેલરી ક્રિએશન સ્ટુડિયોએએ ખાસ ચેનલ નંબર 5 પરફ્યુમની બોટલને સમર્પિત 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડ અને 55.55 કેરેટ ડાયમંડ જડીત હાર તૈયાર કર્યો છે.ચેનલના ફાઇન જ્વેલરી ક્રિએશન સ્ટુડિયોના ડિરેક્ટર પેટ્રિસ લેગ્યુરેઉ દ્વારા તૈયાર કરવામાં આવેલો આ નેકલેસ આ પ્રકારનો પહેલો સંગ્રહ છે.જે સંપૂર્ણ રીતે અત્તરને(ચેનલ નંબર -5 પરફ્યુમને) સમર્પિત છે.આ નેકલેસ વિવિધ પ્રકારના કુલ 123 જેટલા ઝવેરાતના ટુકડાઓને જોડીને તૈયાર કરવામાં આવેલી હીરા અને વ્હાઈટ ગોલ્ડની એક ઉત્કૃષ્ટ અને અદ્ભુત રચના છે.નેકલેસના કેન્દ્રમાં રહેલા પેડન્ટમાં જડેલો કટ,કલર અને ક્લેરેટીમાં ઉચ્ચત્તમ ગ્રેડ ધરાવતો 55.55 કેરેટનો પિઅર-આકારનો હીરો નેકલેસની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.