ન્યુ ઇ-ફાઇલીંગ 2.0 એન્ડ ન્યુ આઇટીઆરએસ : ચેન્જીસ એન્ડ ચેલેન્જીસ’ વિશે ચેમ્બરમાં વેબિનાર

374

ન્યુ ઇ–ફાઇલીંગ ર.૦માં ન્યુ ફીચર્સ મુકવામાં આવ્યા છે.જેમાં બેટર પ્રેઝન્ટેશન,ઇન ધ ફોર્મ ઓફ ચાર્ટ, ગ્રાફિકસ, ટેબ્યુલર ફોર્મેટ, એકસેલ એકસપોર્ટ ફયુચર,ઓર્ગેનાઇઝ ફોર્મ ઓફ ડેટા,જૂની વેબસાઇટ જેવી કે ટ્રેસ, ટીન એન . એસ . ડી . એલ .,ઇન્કમ ટેકસ ઇન્ડિયા, ઇન્કમ ટેકસ ઇન્ડિયા ઇ– ફાઇલીંગને ઇન્ટીગ્રેટેડ ડેટા ઓફ વન પ્લેસ કરવામાં આવ્યા છે.

DIAMOND TIMES –  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ન્યુ ઇ–ફાઇલીંગ 2.0 એન્ડ ન્યુ આઇટીઆરએસ : ચેન્જીસ એન્ડ ચેલેન્જીસ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વકતા તરીકે પાવાગઢી શાહ એન્ડ એસોસીએટ્‌સના સી.એ પલક પાવાગઢીએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતુ.

સીએ પલક પાવાગઢીએ કહ્યુ કે ન્યુ ઇ–ફાઇલીંગ ર.૦માં ન્યુ ફીચર્સ મુકવામાં આવ્યા છે.જેમાં બેટર પ્રેઝન્ટેશન, ઇન ધ ફોર્મ ઓફ ચાર્ટ, ગ્રાફિકસ , ટેબ્યુલર ફોર્મેટ, એકસેલ એકસપોર્ટ ફયુચર,ઓર્ગેનાઇઝ ફોર્મ ઓફ ડેટા,જૂની વેબસાઇટ જેવી કે ટ્રેસ, ટીન એન.એસ.ડી.એલ.,ઇન્કમ ટેકસ ઇન્ડિયા, ઇન્કમ ટેકસ ઇન્ડિયા ઇ– ફાઇલીંગને ઇન્ટીગ્રેટેડ ડેટા ઓફ વન પ્લેસ કરવામાં આવ્યા છે.નાણાંકીય વર્ષ ર૦ર૦–ર૧ને સંલગ્ન આકારણી વર્ષ ર૦ર૧–રરમાં જેમણે સ્ટાર્ટઅપ એમ્પ્લોઇઝ ઓપ્ટીંગ ફોર ઇ.એસ.ઓ.પી. ડીફરમેન્ટ તેમજ જેમના કેસમાં કલમ ૧૯૪ એન. હેઠળ ટીડીએસ કપાયું હોય તેઓ આઇટીઆર ૧ અને ૪ ભરી શકશે નહીં.

આઇટીઆર ર, ૩, પ, ૬ અને ૭માં ચેન્જીસ કરવામાં આવ્યા છે. જેમાં શિડયુલ ઓ.એસ. એમેન્ડ ટુ ઇન્કલુડ ડિવીડન્ટ (ઇનકલુડીંગ એન.આર. અન્ડર સેકશન ૧૧પ એ), એકસપેન્સીસ અલાઉડ અન્ડર સેકશન પ૭ સબ્જેકટ ટુ મેકસીમમ ર૦ ટકા ઓફ ગ્રોસ ડિવીડન્ટ, કવાર્ટર વાઇઝ બ્રેકઅપ ઓફ ડિવીડન્ટ ઇન્કમ ઇઝ અલાઉડ ઇન આઇટીઆર ૧, આઇટીઆર ૬ શિડયુલ ડીડીટી ઇઝ રિમૂવ, શિડયુલ ૬ એ મોડીફાય ટુ ઇન્કલુડ સેકશન ૮૦ એમ, આઇટીઆર ૩ અને ૬માં સેલ્સ, ટર્નઓવર ઓર ગ્રોસ રિસીપ્ટ એકસીડ ૧ કરોડ બટ ડઝ નોટ એકસીડ ૧૦ કરોડ, સેકશન ૪૪ એબી ટેકસ ઓડિટની લિમિટ બદલવામાં આવી છે.

સેકશન ૮૦ જીજીએ હેઠળ બે હજારથી વધુની રકમનુ રોકડમાં ડોનેશન આપ્યુ હોય તો તે ઇન્કમ ટેકસમાં મજરે મળશે નહીં.સેકશન પ૪ ઇસી પ્રોવાઇડ ફોર ડિડકશન ફોર્મ કેપીટલ ગેઇન ઓન સેલ ઓફ એલ.ટી.સી.એ. ઇફ ઇન્વેસ્ટમેન્ટ મેઇડ ઇન બોન્ઝ ઓફ એન.એચ.એ.આઇ./આર.ઇ.સી. સબ્જેકટ ટુ પ૦ લાખ રૂપિયા, બીજા આઇટીઆર્સમાં ચેન્જીસ કરવામાં આવ્યા હતા, પરંતુ આઇટીઆર પમાં કરન્ટ ઇયરમાં ચેન્જ કરવામાં આવ્યો છે.સેકશન ૮૦ પી કો–ઓપરેટીવ સોસાયટીમાં પ્રોવાઇડ ફોર ડિડકશન ટુ કો–ઓપરેટીવ સોસાયટી ફોર સટર્ન ઇન્કમ, કરન્ટ ઇયરમાં નેચર ઓફ બિઝનેસ કોડ ઉમેરવામાં આવ્યો છે.સેકશન ૧૧ર એમાં લોન્ગ ટર્મ કેપીટલ ગેઇન ઓન લિસ્ટેડ શેર્સ, મ્યુચ્યુઅલ ફંડમાં વધારાની એક કોલમ જેવી કે શેર્સ, યુનિટ્‌સ એકવાયર્ડની કોલમ ઉમેરવામાં આવી છે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમની રૂપરેખા ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રેસિડેન્ટ એડવોકેટ અનિલ શાહે આપી હતી.વકતાનો પરિચય સીએ રસેષ શાહે આપ્યો હતો.ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના સેક્રેટરી દિપેશ શાકવાલાએ વેબિનારમાં સવાલોનું સંચાલન કર્યું હતું.અંતે ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ કુલીન પાઠકે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યુ હતું.