રફ હીરાની સાથે તે સંઘર્ષ મુક્ત હોવાનું સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ થવાની સંભાવના

639

ક્રિમ્બલી પ્રોસેસ ચેરમેનની જવાબદારી સંભાળતા રશિયાએ કેપી સર્ટિફિકેટનું ડિજિટલાઇઝેશન કરવાની દરખાસ્ત મુકતા આગામી સમયમાં રફ હીરાના લોટની સાથે તે સંઘર્ષ મુક્ત હોવાનું સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ થવાની સંભાવના

DIAMOND TIMES – વર્તમાન સમયે ક્રિમ્બલી પ્રોસેસ ચેરમેનની ની જવાબદારી સંભાળતા રશિયાએ કેપી સર્ટિફિકેટ નું ડિજિટલાઇઝેશન કરવાની દરખાસ્ત મુકી છે.રશિયાના નાયબ પ્રધાન અને 2021 કીમ્બરલી પ્રોસેસ (કેપી)ના અધ્યક્ષ એલેક્સી મોઇસિવે વર્ચુઅલ આંતરરાષ્ટ્રીય સભામાં સભ્ય દેશોને સંબોધન કરતા કહ્યું કે કુદરતી રફ હીરાની દરેક નિકાસ-આયાત સાથે કે.પી. પ્રમાણપત્રોનું ડિજિટલાઇઝેશન કરવાની કામગીરી અમારા માટે અગ્રતા હશે.

મીડીયા અહેવાલ મુજબ આ બેઠકમાં એલેક્સી વર્ચુઅલ આંતરરાષ્ટ્રીય સભામાં કહ્યું કે કોવિડ મહમારીના પ્રભાવ હેઠળ કેપીના કાર્યસૂચિના મુખ્ય મુદ્દાઓમાં મોટા ભાગે વૈશ્વિક ડાયમંડ ઉદ્યોગના વિકાસને સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે . વર્તમાન સમયે કેપી પાસે માહિતી વિનિમય માટે વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મ નથી. જેથી ડિજિટલ સર્ટિફિકેટનો અમલનો મુદ્દો કેપી માટે જટિલ છે. આ સમસ્યાના નિવારણ માટે રશિયા પાસે રહેલા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વાપરવાની કેપીના સભ્યો પરવાનગી આપે તો રશિયા તેના ડિજિટલ કસ્ટમ પ્લેટફોર્મનો ઉપયોગ થકી રશિયાના રફ હીરાની આયાત કરનારા દેશો સાથે કેપી સર્ટિફિકેટ્સ પર માહિતીના ડિજિટલ વિનિમયને આગળ વધારવાનાં માધ્યમ તરીકે વાપરવા માગે છે.તેમણે કહ્યુ કે કે.પી. ની સહભાગી રફ કંપનીઓ જવાબદાર ડાયમંડ સોર્સિંગના સિદ્ધાંતોને ઉદ્યોગ માટે શ્રેષ્ઠ પ્રથા તરીકે સમર્થન આપે છે.

એલેક્સી મોઇસિવે ઉમેર્યુ કે કેપી ચેરમેન દેશ તરીકે રશિયા સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક(સીએઆર)માં રફ ડાયમંડ ઉદ્યોગમાં સ્થિરતા લાવવા માટે સારી રીતે કામ કરશે.જેનાથી રફ હીરાની નિકાસને નિયંત્રિત કરવાની સાથે સંધર્ષ પુર્ણ રફ હીરાને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પ્રવેશતા અટકાવવાની કાર્યવાહી મજબૂત બનાવવા માં મદદ મળશે. સીએઆરમાંથી નિકાસ થતા રફ ડાયમંડ શિપમેન્ટની ચકાસણી પદ્ધતિની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી થશે.મે રફ હીરાના વૈશ્વિક કારોબારમાં સંઘર્ષ મુક્ત વેપારને વિકસાવવામાં ફાળો આપવા માંગતા સભ્યોને કેપી પરિવારમાં સામેલ કરીને તેના વિસ્તરણ પર પણ કામ કરવાનું ચાલુ રાખીશું.