ભારતની ગોલકોંડા ખાણમાથી મળી આવેલા સદીઓ જુના રેર હીરાની બેંગકોકમાં લિલામી

1216

DIAMOND TIMES- અખંડ ભારત ભવ્ય ભુતકાળનો સમૃદ્ધ વારસો ધરાવે છે.ભારત પાસે કોહીનુર સહીતના દુનિયાના દુર્લભ હીરા અને ઝવેરાતનો ખજાનો હતો.વર્તમાન સમયે તે કિંમતના મામલે વિશ્વમાં ટોપ પર છે.જેને બજારમા વેચવા મુકવામાં આવે તો અબજો રૂપિયા તેની કિંમત ઉપજે તેમ છે.કોહીનુર હીરાની જનની ભારતની ગોલકોંડા નામની રફ હીરાની ખાણમાથી અનેક અમુલ્ય હીરાઓ મળી આવ્યા છે.જે હાલમાં વિશ્વના અનેક ધનવાન લોકોની તિજોરીની શોભા બન્યા છે તો અમુક હીરા બ્રિટન સરકાર પાસે છે.

પરંતુ સમયાંતરે ભારતની ગોલકોંડા ખાણના રેર હીરાની જાહેર માર્કેટમાં હરાજી થતી રહે છે.એક રિપોર્ટ મુજબ ભારતની વિશ્વ વિખ્યાત અને કોહીનુર હીરાની જનની ગોલકોંડા ખાણમાથી મળી આવેલા સદીઓ જુના રેર હીરાની બેંગકોકમા લિલામી થઈ રહી હોવાના સમાચાર છે.વિખ્યાત ઓક્શન હાઉસ લોટ્સ આર્ટ્સ ડી વિવરે (Lotus Arts de Vivre) આ હીરા અને હૈદ્રાબાદના નિઝામના કેટલાક અમુલ્ય હીરા જડીત 19મી સદીના ઝવેરાતની લિલામી કરી રહી છે.

એક સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ 19મી સદીમા ભારતની ગોલ્કોન્ડા ખાણોમાંથી મળી આવેલા કેટલાક અમુલ્ય હીરા પૈકી સહુથી મુલ્યવાન હીરાની 1.4 મિલિયન અમેરીકી ડોલરથી વધુ કીંમત મળવાની શક્યતાઓ છે.આ ઉપરાંત હૈદરાબાદના નિઝામનો ગોલકોંડાના અમુલ્ય ગોળાકાર અને દુર્લભ ગણાતા 120 કેરેટ હીરા જડીત 19 મી સદીના નેકલેસની બેંગકોંગમાં હરાજી થવાની છે.18 કેરેટ સોના અને વ્હાઇટ રોડિયમથી બનેલા આ નેકલેસમાં 120 કેરેટ હીરા ઉપરાંત વધુ એક 5.60 કેરેટનો હીરો લગાડવામાં આવ્યો છે.

ઓક્શન હાઉસ લોટ્સ આર્ટ્સ ડી વિવરેના પ્રવક્તાએ કહ્યુ કે આ હૈદરાબાદના રાજવી પરિવાર નિઝામનો આ નેકલેસ 19મી સદીના પ્રારંભમાં બનાવવામાં આવ્યો છે.આ ઉપરાંત વર્ષ 1920મા હૈદરાબાદના નિઝામ માટે બનાવવામાં આવેલા અન્ય એક વિંટેજ નેકલેસ પણ લિલામીમા સામેલ છે.આ નેકલેસમાં પણ ગોલકોન્ડા ખાણમાથી મળી આવેલા અંદાજે 50 કેરેટ વજનના અમુલ્ય હીરા જડવામાં આવ્યા છે.જેની પ્રારંભિક કીંમત 315,000 અમેરીકી ડોલર રાખવામાં આવી છે.આ ઉપરાંત અસફ જાહી રાજવંશ (1724-1948)નો ગોલ્કોન્ડાના હીરા અને કુદરતી બસરા મોતી જડીત ચિંતાક, કોલર-આલિંગ નેકલેસ પણ વેચવા માટે મુક્યો છે.

વર્તમાન સમયે આંધ્રપ્રદેશ સ્થિત ગોલકોંડા ખાણનો છે ભવ્ય ઇતિહાસ

કોહિનુર સહીત અનેક મુલ્યવાન અને વિશ્વવિખ્યાત હીરાની જનની આંધ્રપ્રદેશ સ્થિત ગોલકોંડા ખાણ ભવ્ય ઇતિહાસ ધરાવે છે.19 મી સદીના અંતમાં ગોલકોંડા ખાણ વિશ્વના સૌથી મોટા,મુલ્યવાન હીરાઓનો એક માત્ર મુખ્ય સ્રોત હતી.ગોલકોંડા ખાણમાથી મળી આવેલા કેટલાક વિશ્વ વિખ્યાત હીરામાં કોહી -એ-નૂર કે જેને કોહીનુરથી ઓળખવામાં આવે છે.કોહીનુર હાલમાં યુનાઇટેડ કિંગડમની માલિકીમા છે.આ ઉપરાંત નાસાક ડાયમંડ,હોપ (યુનાઇટેડ સ્ટેટ્સ) , દરિયા-એ-નૂર ( ઇરાન), રીજન્ટ (ફ્રાન્સ), ડ્રેસડન ગ્રીન (જર્મની),ઓર્લોવ (રશિયા), નિઝામ અને જેકબ (ભારત),તેમજ ગુમનામ થયેલા ફ્લોરેન્ટાઇન યલો ,અકબર શાહ અને ગ્રેટ મોગલનો સમાવેશ થાય છે.