કેનેડીયન ડાયમંડ કટર દ્વારા નવા સોલિટેરની રચના કરાઈ

26

DIAMOND TIMES – શું તમે કોઈ પણ કડી કે પકડ વગર કોઈ ડાયમંડને તેની રિંગમાં જોયો છે ? હવે તમે જોઈ શકશો આ કમાલ એક માસ્ટર જવેલર દ્વારા કરી દેખાડવામાં આવ્યું છે.માસ્ટર ડાયમંડ કટર માઈક બોથાએ ન્યૂઝીલેન્ડ ના માસ્ટર જ્વેલર ઈયાન ડગ્લાસ સાથે સોલિટેર રીંગ ડિઝાઈન માટે નવું સેટિંગ ‘ધ ફ્લોટિંગ ડાયમંડ’ વિકસાવવા ભાગીદારી કરી છે, જેનાથી તેને એક નવી ઓળખ મળશે.આ ફ્લોટિંગ એટલે કે હવામાં અધ્ધર કે તરતું એવો એનો મતલબ થાય છે.

આ શોધ કરવા પાછળનો ઉદ્દેશ કીમતી હીરાની ચમક વધારવાનો છે : ઈયાન ડગ્લાસ

ડગ્લાસ કહે છે કે આ શોધ કરવા પાછળનો ઉદ્દેશ કીમતી હીરાની ચમક વધારવાનો અને તેની લાઈટ રીટર્નને મહત્તમ કરવાનો છે . આ નવી રચના કરવી એ તેમના માટે સરળ ન હતું, કારણ કે સોલીટેર હીરા ની ભૂમિતિ એ ખુબ જ ચોક્કસ અને જટિલ છે . તેના માટે કઇક નવું કરવા માટે તેઓને સેટિંગ કરવા માટેની ડિઝાઇન અને હીરાના કટને સંપૂર્ણપણે ફરીથી વિચાર કરીને બનાવવો પડ્યો છે.

આ હીરાની નીચેની બાજુ એ લેસરથી કટિંગ કરવામાં આવેલા માઇક્રો-ગ્રુવ દ્વારા ગોઠવીને તેને તૈયાર કરાયું છે,જે હીરાને પોતાનું સ્થાન જાળવી રાખવામાં મદદ કરશે.

ફ્લોટિંગ ડાયમંડ પ્રોટોટાઇપમાં માઇક્રો-ગ્રુવ્સ કાપવામાં બોટાને 12 કલાકથી વધુનો સમય લાગ્યો હતો,ત્યારબાદ તેણે લેસર કટીંગ તરફ પ્રયાણ કર્યું.આ નવી રચનાને વૈજ્ઞાનિક રીતે પહેલાના કરતા 20 % વધુ મજબુત પુરવાર કરવામાં આવી છે.આ ફ્લોટિંગ ડાયમંડને અમેરિકન જેમ સોસાયટી લેબોરેટરીઝ દ્વારા ટ્રીપલ ઝીરો ડાયમંડ કટ ગ્રેડ આપવા માં આવ્યો છે.

પ્લેટિનમ અને 18-કેરેટ સોના સાથે બનાવીને તેમની આ નવી રચનાને શરૂઆતમાં સોલિટેર ડાયમંડ રિંગ, ઇયરરિંગ્સ અને પેન્ડન્ટ સાથે ઓફર કરવામાં આવશે.માસ્ટર જ્વેલર ઈયાન ડગ્લાસ કહે છે કે, આ નવી રચનાની અન્ય આકારોમાં પણ વ્યાપક ઉપયોગીતા છે, જેમ કે એમરાલ્ડ, ઓવલ, પીઅર, રેડિયન્ટ, માર્ક્વિઝ, કુશન અને પ્રિન્સેસ સહિતના આકારોમાં પણ તેને લઇ શકાશે.અમે ખૂબ વ્યાપક બજાર અપીલ કરવાના હેતુ સાથે આ ડિઝાઇન કાર્યનો સંપર્ક કર્યો છે.