DIAMOND TIMES-નેટફ્લિક્સ આ મહિને નવી એક્શન મૂવી આઈસ રોડ ડેબ્યૂ કરશે.આ ફીલ્મ કેનેડાના ઉત્તર પશ્ચિમ પ્રદેશોમાં આવેલી ડાયાવિક,એકાતિ અને ગહચો કુઈ( Gahcho Kue) હીરાની ખાણો પર કેન્દ્રિત નવી એક્શન મૂવી છે.લિયમ નીસન અને લૌરેન્સ ફિશબ અભિનિત આ એકશન મુવી આગામી 25 જૂનથી પ્રસારીત થશે.કેનેડાના આર્ક્ટિક ક્ષેત્રમાં અચાનક હીરાની ખાણ તૂટી પડ્યા પછી તેમા ફસાયેલા કામદારોને બચાવવા માટે કડકડતી ઠંડીમાં માઇન્સ ડીગ્રી તાપમાન વચ્ચે હિંમત પુર્વક જીવસ્ટોસટની બાજી ખેલનાર મરજીવાઓની દાસ્તાના આ ફીલ્મમાં આલેખવામાં આવી છે.
આ મુવીની વાર્તાનો આધાર કાલ્પનિક છે પરંતુ બરફનો રસ્તો વાસ્તવિક છે.કેનેડિયન ડાયમંડ કંપની અને ડી બીઅર્સ વચ્ચેનું સંયુક્ત સાહસ – ટિબિટ ટુ કોન્ટવોયોટો વિન્ટર રોડ ડાયાવિક,એકાતિ અને ગહચો કુઈ ખાણ સુધી જરૂરી પુરવઠો પહોંચાડવાનો સક્ષમ માર્ગ છે.600 કિલોમીટરના આ બર્ફીલા રસ્તાની જાળવણી માટે પ્રતિ વર્ષ 16.5 મિલિયન ડોલરનો ખ્રચ થાય છે.જેમા એન્જિનિયરિંગ,બાંધકામ,સુરક્ષા, સલામતી માટે 400 કામદારોમાં વિશેષતા ધરાવતા પાંચ કોન્ટ્રાક્ટરો કાર્યરત છે.હવામાન ખૂબ જ ગરમ થાય તે પહેલાં બે મહિનાથી પણ ઓછા સમય માટે આ રસ્તો ખુલ્લો રહે છે.આ વર્ષે 8 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી આ રસ્તો ખુલ્લો રહ્યો હતો જેમા 5,700 વાહનોના પરિવહન થકી જરૂરી પુરવઠાની હીરાની ખાણ સુધી સપ્લાય થઈ હતી.