DIAMOND TIMES : અમેરિકામાં જ્વેલરી લૂંટની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી. કેલિફોર્નિયાના ઈંગલવુડમાં ચપ્પુ દેખાડી લૂંટારાઓએ કારમાંથી 500,000 ડોલરની કિંમતના હીરાઓની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
આ ઘટનાના વિડિયોમાં એક શંકાસ્પદ પેસેન્જર બારીમાંથી ચડતો અને ડફેલ બેગ પકડતો દેખાય છે. લૂંટનો ભોગ બનનારની કારને એક આગળ અને એક પાછળ વાહન દ્વારા ઘેરી લેવામાં આવી હતી. લૂંટ કરીને ત્યારબાદ બે સફેદ કારમાં બેસીને ભાગી ગયા હતા. પોલીસનું કહેવું છે કે 23 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લવુડ પોલીસ સ્ટેશનની બાજુમાં થયેલી લૂંટમાં કોઈને ઈજા થઈ ન હતી.