કેબિનેટ મંત્રી R.C ફળદુ અને ચિમનભાઈ શાપરિયા પણ સડોદર ગામના પ્રવાસે : કાર્યકરોને આપ્યુ માર્ગદર્શન
ડાયમંડ ટાઈમ્સ
6 મહાનગર પલિકાની ચુંટણીઓમા ભાજપે ઝળહળતો દેખાવ કરીને તમામ પાલિકાઓ પર પોતાનો કબ્જો જમાવી દીધો છે.હવે આગામી 28 તારીખે ગુજરાતમાં રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયની ચુંટણીઓ યોજાવાની છે.જેમા પણ ફતેહ મેળવવા ભાજપે પ્રચંડ ઉત્સાહ સાથે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે.કાર્યકરો અને મતદાતાઓનો ઉત્સાહ વધારવા ભાજપાના ટોચના નેતાઓ પણ વિવિધ તાલુકાઓ અને ગામડાઓના પ્રવાસે છે. કેબિનેટ મંત્રી R.C ફળદુ અને પુર્વ ધારાસભ્ય ચિમનભાઈ શાપરિયાએ પણ સડોદર ગામની મુલાકાત લઈ મતદારોનો સંપર્ક કરી ભાજપા ને જંગી લીડથી જીતાડવા લોકોને અપીલ કરી હતી.ઉપરાંત કાર્યકરો સાથે પણ ચુંટણી અંગે વિચાર-વિમરશ કરી કાર્યકરોને માર્ગદર્શ આપ્યુ હતુ.